Delhi માં હવાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, આ 12 વિસ્તારોમાં AQI 400 ને પાર
- દિલ્હીની હવા આજે સૌથી ખરાબ શ્રેણીમાં
- રવિવારે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું
- આનંદ વિહાર સહિત વિવિધ વિસ્તારોમાં AQI 400 ને પાર
દેશની રાજધાની દિલ્હી (Delhi) વિસ્તારમાં પ્રદૂષણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સવારથી જ અનેક વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સમગ્ર દિલ્હી (Delhi)માં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ઘણા વિસ્તારોમાં 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં પહોંચી ગયો છે. દિલ્હી (Delhi)ના આનંદ વિહાર સહિત વિવિધ વિસ્તારોમાં AQI 400 ને પાર કરી ગયો છે જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલો જાણીએ દિલ્હી (Delhi)ના વિવિધ વિસ્તારોની સ્થિતિ.
દિલ્હીમાં સિઝનનું સૌથી ઓછું તાપમાનનો રેકોર્ડ...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે દિલ્હી (Delhi)માં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. રવિવારે મહત્તમ તાપમાન 33.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.1 ડિગ્રી નોંધાયું હતું. આજે 4 નવેમ્બર 2024 ની સવારે મહત્તમ તાપમાન 30.57 °C હતું. દિવસ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાન 19.05 °C અને 32.76 °C રહેવાની ધારણા છે. આજે હવામાં ભેજનું પ્રમાણ 23% અને પવનની ઝડપ 23 કિલોમીટર પ્રતિ કલાક છે. 10 નવેમ્બર સુધી સ્મોગની સ્થિતિ આવી જ રહેશે.
આ પણ વાંચો : UP પેટાચૂંટણી વચ્ચે CM Yogi અચાનક દિલ્હી પહોંચ્યા, પીએમ અને જેપી નડ્ડાને મળ્યા
AQI ના ગણિતને અહીં સમજો...
એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI નો ઉપયોગ હવાની શુદ્ધતા માપવા માટે થાય છે. તમને જણાવી દઈએ કે, શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI 'સારું', 51 અને 100 વચ્ચે 'સંતોષકારક', 101 અને 200 વચ્ચે 'મધ્યમ', 201 અને 300 વચ્ચે 'ખરાબ', 301 અને 400 વચ્ચે 'ખૂબ જ ખરાબ', 401 અને 450 ની વચ્ચેના AQIને 'ગંભીર' ગણવામાં આવે છે અને 450 થી ઉપરના AQI ને 'ખૂબ ગંભીર' ગણવામાં આવે છે.
આ પણ વાંચો : NCP leader Nawab Malik ના જમાઈનું ડ્રાઈવરની નજીવી ભૂલને કારણે થયું નિધન
કેવું રહેશે દિલ્હીનું હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે દિલ્હી (Delhi)માં મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સામાન્ય તાપમાન કરતાં 2.7 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે સોમવારે સવારે દિલ્હી (Delhi)માં હળવા ધુમ્મસની આગાહી કરી છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 34 અને 17 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
આ પણ વાંચો : સૌનિકોએ પુલવામાથી પકડાયેલા આતંકવાદીઓના મદદગારને હથિયારો સાથે પકડી પાડ્યો