Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AYODHYA KAND : વિજય રાઘવ મંદિર, જ્યાં કાર સેવકો પર તૂટી પડી હતી પોલીસ

AYODHYA KAND : 530 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યા (AYODHYA)માં લાખો રામભક્તોનું સપનું હવે સાકાર થવા જઇ રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા (AYODHYA)માં ભવ્ય રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. 530 વર્ષથી હજારો રામભક્તોએ રામ મંદિરના સંઘર્ષ મટે...
08:06 PM Jan 15, 2024 IST | Vipul Pandya
AYODHYA_FIRING

AYODHYA KAND : 530 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યા (AYODHYA)માં લાખો રામભક્તોનું સપનું હવે સાકાર થવા જઇ રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા (AYODHYA)માં ભવ્ય રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. 530 વર્ષથી હજારો રામભક્તોએ રામ મંદિરના સંઘર્ષ મટે પોતાનું લોહી રેડ્યું છે. ખાસ કરીને 1990માં અયોધ્યા (AYODHYA)માં મુલાયમસિંહ યાદવની સરકારે અયોધ્યામાં કારસેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે અયોધ્યાની ગલીઓ લોહીથી તરબરત થઇ ગઇ હતી. ઘણા કારસેવકો શહીદ થયા હતા તો અસંખ્ય ઘાયલ થયા હતા. અયોધ્યામાં જે મંદિરમાં કારસેવકો પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો તે વિજય રાઘવ મંદિરમાં આજે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે. ગોળીબાર સમયે ભારે અરાજક્તા વચ્ચે જીવત રહેલા ઓમ ભારતીજી આજે પોતાની આંખે રામ મંદિરનું સપનુ સાકાર થતાં જોઇ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં ઓમ ભારતીજીએ તે દિવસનું વર્ણન કર્યું છે. આજે પણ તે દિવસોને યાદ કરતાં ઓમ ભારતીજી ભાવુક થઇ જાય છે.

વિજય રાઘવ મંદિર હનુમાન ગઢીમાં બાબરી મસ્જીદ પાસે જ આવેલું છે

તે દિવસ 2 નવેમ્બર, 1990નો હતો. લાખોની સંખ્યામાં કારસેવકો અયોધ્યામાં પહોંચી રહ્યા હતા. સહુનો એક જ નારો હતો. રામ લલા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે...સંઘર્ષ હમારા નારા હૈ....રામ ભક્તો અયોધ્યા પહોંચતાં જ ઉત્તર પ્રદેશની મુલાયમસિંહ સરકારે કારસેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. આપ અહીં જે તસવીર જોઇ રહ્યા છો તે વિજય રાઘ મંદિરની છે જે હનુમાન ગઢીમાં બાબરી મસ્જીદ પાસે જ આવેલું છે.

ગુજરાત ફર્સ્ટનો કેમેરો વિજય રાઘવ મંદિરમાં પહોંચ્યો

2 નવેમ્બર, 1990ના દિવસે જ્યારે ગોળીબાર થયો ત્યારે તેમાંથી બચી ગયેલા ઓમ ભારતીજીએ ગુજરાત ફર્સ્ટ સાથે તે દિવસની દર્દનાક કહાની વર્ણવી હતી. ગુજરાત ફર્સ્ટનો કેમેરો વિજય રાઘવ મંદિરમાં પહોંચ્યો હતો,જ્યાં મુલાયમ સિંહની પોલીસ અને અંગત લોકો મંદિરમાં ઘૂસી ગયા હતા અને મંદિરમાં રહેલા કારસેવકો પર તૂટી પડ્યા હતા અને તેમને ગોળી મારી દીધી હતી.

અશોક સિંઘલ લોહિલુહાણ થઇ ગયા

આજે 33 વર્ષ પછી પણ વિજય રાઘવ મંદિરની દિવાલો પર ગોળીઓના નિશાન છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલ પર પણ અહીં જ પોલીસે હિંસક હુમલો કર્યો હતો જેમાં અશોક સિંઘલ લોહિલુહાણ થઇ ગયા હતા. પોલીસ અને અસામાજીક તત્વોએ આ મંદિરને પણ લૂંટી લીધું હતું.

આજે 500 વર્ષનો સંઘર્ષ જીત્યો છે અને ધર્મની જીત થઇ

આ સમગ્ર કાંડના સાક્ષી રહેલા ઓમ ભારતીએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં કહ્યું કે મને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું છે અને હું બહું ખુશ છું. 500 વર્ષના વનવાસ અને સંઘર્ષ પછી આજે લાખો રામભક્તોનું સપનું પુરુ થયું. છે. આજે 500 વર્ષનો સંઘર્ષ જીત્યો છે અને ધર્મની જીત થઇ છે. રામમંદિરના સંઘર્ષમાં અમે એક દિવસ પણ બેઠા ન હતા.

ગલીમાં ચીસો સંભળાતી હતી

તેઓ કહે છે કે 1990નો કાંડ રામ મંદિરના સંઘર્ષની જાણે કે આખરી સીમા હતી. તેમાં જે પીડા, દર્દ,બલીદાનની ગાથા છે તે દર્દભરી કહાની છે. ગલીમાં ચીસો સંભળાતી હતી. મંદિર લોહીથી તરબતર હતું. પોલીસની લાઠીમાં કાંટાળા તાર લગાવાયેલા હતા. લાઠી વાગે તો લોહી નીકળતું હતું. મહેન્દ્રનાથ અરોરા નામના અને બલવંતરાય ગર્ગ નામના કારસેવકો અહીં રોકાયા હતા. તેઓ ચાકુ ગરમ કરીને કારસેવકોને વાગેલી ગોળી કાઢતા હતા.

મંદિરમાં 150 લોકો રોકાયા હતા

ઓમ ભારતીજી કહે છે કે મંદિરમાં 150 લોકો રોકાયા હતા. સમગ્ર અયોધ્યામાં અને આ ગલીમાં ભારે ભાગદોડ મચેલી હતી. અયોધ્યામાં તો 1 મહિના પહેલા જ કરફ્યૂ લગાવી દેવાયો હતો. અહીં પક્ષી પણ આવી ના શકે તેવો સખત પહેરો હતો.

કારસેવકો નિશસ્ત્ર હતા

ઓમ ભારતીજી યાદ કરતાં કહે છે કે તે સમયે અશોક સિંઘલ પણ આ જ મંદિરમાં રોકાયા હતા. સમગ્ર આંદોલનમાં તેમણે વિશ્વામિત્રની ભૂમિકા અદા કરી હતી. બહારથી પોલીસ અને મુલાયમસિંહના અંગત લોકો મંદિરમાં ધસી આવ્યા હતા. કારસેવકો નિશસ્ત્ર હતા અને કારસેવકો પર તૂટી પડ્યા હતા. પણ શહીદ થનારા અને પોલીસની લાઠી ખાનારા રામભક્તો જય શ્રી રામ ના નારા લગાવતા હતા. રાત્રે ચોરી છૂપીથી આ રામભક્તો અહીં મંદિરમાં આવીને રોકાયા હતા.

તે દિવસે કોઠારી બંધુ પણ શહીદ થયા હતા

તેઓ કહે છે કે તે દિવસે કોઠારી બંધુ પણ શહીદ થયા હતા પણ તેઓ રામ લક્ષ્મણની જેમ અમર રહેશે. મુલાયમ રાવણની જેમ ઓળખાશે. અમારા મંદિરની આસપાસ તો 30 ઓક્ટોબરે જ બેરિકેડ લગાવી દીધા હતા. પોલીસની લાઠીઓ પણ રામભક્તોને મારતા મારતા તૂટી ગઇ હતી. હું તો ત્યારબાદ ઉત્તર અને મધ્યભારત અને ગુજરાત સુધી કથા કરતી હતી. કથામાં અમે સંકલ્પ લેતા કે રામ લલા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે. સમગ્ર આંદોલમાં હવે મોદી વિશ્વામિત્ર બન્યા છે.

હવે તમે જ લડાઇ લડો નહીંતર લોકોનો વિશ્વાસ તમારા પરથી તૂટી જશે

ઓમ ભારતીજી કહે છે કે મને રામ મંદિરનું નિમંત્રણ મળ્યું ત્યારે મને ખુશીના આંસુ આવી ગયા હતા. અમારા વિશ્વાસનો વિજય થયો છે. સત્યનો હંમેશા વિજય થાય છે. સત્ય ક્યારેય પરાજિત થતું નથી. અમે છેલ્લે તો ભગવાન રામને કહેતા કે તમે જ ન્યાયાધીશ બનો અને 1990માં જે થયું તેનું પુનરાવર્તન ના થાય. હવે તમે જ લડાઇ લડો નહીંતર લોકોનો વિશ્વાસ તમારા પરથી તૂટી જશે.

30 લોકો અહીં શહીદ થયા હતા

તેઓ કહે છે કે આ મંદિરમાં અલગ અલગ રાજ્યોના લોકો અહીં રોકાયા હતા. મંદિરને લૂંટી લેવાયું હતું. ઉપર જઇને દરવાજો તોડીને કારસેવકોને માર્યા હતા. 30 લોકો અહીં શહીદ થયા હતા. ચારેબાજુ ગોળીના અવાજ આવી રહ્યા હતા. કારસેવકો ભાગતા હતા પણ કોઇએ દરવાજા ખોલ્યા ન હતા. મહેન્દ્ર અરોડાએ કહ્યું કે કેટલી ગોળી છે મને મારો. આ ચબુતરા પર એક કારસેવક શહીદ થયો હતો. ઠેર ઠેર ગોળીના નિશાન અને કાણાં પડી ગયા હતા. પ્લાસ્ટર તૂટી ગયા હતા.

અહેવાલ--દેવનાથ પાંડે, અયોધ્યા, ગુજરાત ફર્સ્ટ 

આ પણ વાંચો---RAM MANDIR :કોણ છે લક્ષ્મીકાંત દીક્ષિત,જે કરાવશે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AyodhyaAYODHYA KANDFiringKarsevaksmulayamsinh yadavram mandirRam templeuttar pradesh policeVijay Radhav temple
Next Article