Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : નકલી ઘી વિવાદમાં જતીનને લઇને અમદાવાદમાં પોલીસની તપાસ

અહેવાલ--શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયા બાદ થોડા દિવસ બાદ નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે, ત્યારે હાલમા અંબાજી...
ambaji   નકલી ઘી વિવાદમાં જતીનને લઇને અમદાવાદમાં પોલીસની તપાસ

અહેવાલ--શક્તિસિંહ રાજપૂત, અંબાજી

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયા બાદ થોડા દિવસ બાદ નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે, ત્યારે હાલમા અંબાજી ખાતે ઘીનો વિવાદ ચાલી રહ્યો છે.મોહિની સંસ્થાએ અમદાવાદ ખાતે થી નીલકંઠ ટ્રેડર્સ થી 300 અમૂલ લખેલા ઘીના ડબ્બા લીધા હતા, જે ઘીના સેમ્પલ ફેલ થયા બાદ વિવાદ બહાર આવ્યો હતો.ત્યારબાદ વહિવટી તંત્ર તરફથી મોહિની સંસ્થાને મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો ન હતો અને ભારે વિવાદ થતા 3/10/2023 થી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

Advertisement

અંબાજી પોલિસ આરોપી જતીન શાહને લઇને અમદાવાદ ખાતે પહોંચી

5/10/2023 ના રોજ આબુરોડ ખાતેથી નીલકંઠ ટ્રેડર્સના માલિકની અંબાજી પોલીસે ધરપકડ કરી હતી અને ગુરૂવારે સાંજે દાંતા કોર્ટમાં રજુ કરાતા આરોપી જતીન શાહને 1 દિવસના રિમાન્ડ મળ્યાં હતા. અંબાજી પોલીસ દ્વારા વધુ તપાસ કરતા આરોપીએ પોલિસ સમક્ષ આ ઘી મામલે ક્યાં થી ઘી લાવ્યું તેની માહીતી આપી હતી અને આજે સવારે અંબાજી પોલિસ આરોપી જતીન શાહને લઇને અમદાવાદ ખાતે પહોંચી હતી અને અમુક જગ્યા પર પોલીસ તપાસ કરી રહી છે.આજે અંબાજી પોલીસ આરોપી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફીસ પર તપાસ અર્થે લઈ ગઈ હતી.

Advertisement

ટચ સ્ટોન ફાઉન્ડેશન સંસ્થા પ્રથમ નવરાત્રી થી કામગીરી શરૂ કરે તેવી શક્યતા

અંબાજી મંદિર ઘી વિવાદ મામલો હજુપુરો થવાનો નામ લેતો નથી. દાંતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ સહિત વિવિઘ લોકોએ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે.છેલ્લા 3 દિવસથી અંબાજી મંદિર ટ્રસ્ટ નો મોહનથાળ પ્રસાદ દેવસ્થાન ટ્રસ્ટ બનાવી રહ્યા છે.અંબિકા વિશ્રામગૃહ ખાતે છેલ્લા 3 દિવસથી મંદીર ટ્રસ્ટ નો સ્ટાફ મોહનથાળ પ્રસાદ બનાવી રહ્યા છે.4 તારીખે 5 ઘોણ,5 તારીખે 7 ઘોણ અને આજે 6 તારીખે 12 ઘોણ બનાવવામાં આવી રહ્યો છે.1 ઘોણ બરાબર 100 કિલો થાય છે.નિલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને લઇને અંબાજી પોલીસ અમદાવાદ ખાતે પહોંચી ગઇ છે.દાંતા કોર્ટ દ્વારા ગઈકાલે 1 દિવસના રિમાન્ડ અપાયા હતા તે આજે પુરા થઇ રહ્યાં છે.હજુ સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશન સંસ્થાએ મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી કરી નથી.3/10/2023 થી મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી માટે ટચ સ્ટોન ફાઉન્ડેશન સંસ્થાને જણાવવામાં આવ્યું છે.સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર ખાતે ટચ સ્ટોન ફાઉન્ડેશન સંસ્થા પ્રથમ નવરાત્રી થી કામગીરી શરૂ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ મોહનથાળ પ્રસાદ જાતે જ બનાવે તેવી લોક માંગ

અંબાજી મંદિરની ગાદીમાં જે પ્રકારે માતાજીનો પ્રસાદ ભટ્ટજી મહારાજના અધ્યક્ષસ્થાને બને છે તેમ અંબાજી મંદિર ટ્રસ્ટનો મોહનથાળ દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અમદાવાદથી સીધા આરોપીને દાંતા કોર્ટ ખાતે લાવવામાં આવશે

આજે સવારે અંબાજી પોલીસ નીલકંઠ ટ્રેડર્સના માલિકને લઈને અમદાવાદ ખાતે તપાસ અર્થે ગઈ હતી ત્યારબાદ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહીતી અનુસાર અંબાજી પોલીસ અમદાવાદથી હાલ આરોપી જતીન શાહને લઇને દાંતા કોર્ટ ખાતે લાવી રહી છે.

ફરીવાર ઘીના સેમ્પલ લેવાયા

આજે પણ ફરીથી જતીન શાહ દ્વારા આપવામાં આવતાં ઘીના ડબ્બાનું ફરીથી સેમ્પલ લેવામાં આવ્યુ હતુ અને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચો---સયાજીગંજ વિસ્તારમાં 48 કલાકમાં લૂંટનો બીજો બનાવ, પોલીસે ગણતરીના કલાકોમાં કરી આરોપીની ધરપકડ

Tags :
Advertisement

.