Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP માં પોલીસ પણ સલામત નથી!, સબ-ઇન્સ્પેક્ટરના ઘરમાંથી લાખોની ચોરી, CCTV માં કેદ થયા ચોર

UP માં નિવૃત સબ-ઇન્સ્પેક્ટર સહિત બે ઘરમાં ચોરી અંદાજે 15 લાખ રૂપિયાની ચોરી કરી ચોર ફરાર પોલીસે CCTV ના આધારે ચોરોને પકડવાની કવાયત હાથ ધરી યુપી (UP)માં ચોરોએ પોલીસકર્મીઓના ઘરમાં લૂંટ ચલાવી છે. મૈનપુરીમાં બે મકાનોમાં થયેલી ચોરી ચર્ચાનો...
up માં પોલીસ પણ સલામત નથી   સબ ઇન્સ્પેક્ટરના ઘરમાંથી લાખોની ચોરી  cctv માં કેદ થયા ચોર
  1. UP માં નિવૃત સબ-ઇન્સ્પેક્ટર સહિત બે ઘરમાં ચોરી
  2. અંદાજે 15 લાખ રૂપિયાની ચોરી કરી ચોર ફરાર
  3. પોલીસે CCTV ના આધારે ચોરોને પકડવાની કવાયત હાથ ધરી

યુપી (UP)માં ચોરોએ પોલીસકર્મીઓના ઘરમાં લૂંટ ચલાવી છે. મૈનપુરીમાં બે મકાનોમાં થયેલી ચોરી ચર્ચાનો વિષય બની રહી છે. ચોરોએ બંને ઘરમાંથી અંદાજે 15 લાખ રૂપિયાની ચોરી કરી છે. ચોરો તમામ દાગીના અને રોકડ લઈ ફરાર થઈ ગયા હતા.

Advertisement

શું છે સમગ્ર મામલો?

મામલો કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાજી પુરમનો છે. ચોર દિવાલ ટપીને ઘરમાં ઘુસ્યા હતા. પોલીસ અને ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ચોરોનો ફોટો CCTV માં કેદ થયો છે અને CCTV ના આધારે પોલીસ ચોરોને શોધવામાં વ્યસ્ત છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૈનપુરીમાં રક્ષાબંધનના દિવસે ઘરના માલિકને દરવાજો બંધ કરીને બહાર જવાનું મોંઘુ પડ્યું છે. ચોરોએ પોલીસકર્મી અને નિવૃત્ત સબ-ઇન્સ્પેક્ટરના ઘરને નિશાન બનાવીને લાખો રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.

આ પણ વાંચો : UPSC Lateral Entry : 'તમારા પિતાએ આરક્ષણ કેમ ન આપ્યું?' BJP એ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ...

Advertisement

લાકડાનો થાંભલો બાંધીને ઘરમાં પ્રવેશ કર્યો...

નિવૃત્ત પોલીસ સબ ઈન્સ્પેક્ટર રમેશ યાદવ પોતાના ઘરને તાળું મારીને રક્ષાબંધનની ઉજવણી કરવા નીકળ્યા હતા. રક્ષાબંધનની રાત્રે અજાણ્યા ચોરોએ દિવાલ સામે લાકડાનો થાંભલો બાંધીને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલા કબાટ અને બોક્સ વગેરેના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને લાખોની રોકડની ચોરી કરી હતી. ચોરોએ પડોશી પોલીસકર્મીના ટેરેસ પરના લિવિંગ રૂમની દિવાલ પણ તોડી નાખી હતી અને તેના ઘરમાંથી રોકડ અને દાગીના પણ લઈ ગયા હતા. એક સાથે બે મકાનમાંથી લાખોની ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : ભારે વિરોધ પછી 'લેટરલ એન્ટ્રી' દ્વારા ભરતી માટેની જાહેરાત રદ, DoPT એ UPSC ચીફને પત્ર લખ્યો

Advertisement

Tags :
Advertisement

.