Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat CP: સગીર પથ્થરબાજોની ઉશ્કેરણી કોણે કરી...? તપાસ ચાલુ...

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાના બનાવમાં સીપીની પ્રેસ કોન્ફરન્સ CP અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે 28 આરોપીને પકડી લેવાયા ઘટના સંદર્ભે અલગ અલગ 3 ગુના નોંધાયા જે સગીરો છે,તે ઘટના સ્થળથી ત્રણ કિલોમીટર દૂર રહે છે સગીરોને ઉશ્કેરણી...
01:48 PM Sep 09, 2024 IST | Vipul Pandya
SURAT CP

Surat CP : સુરતના (Surat) સૈયદપુરામાં રવિવારે રાતે ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની (Stones Pelting) ઘટના બાદ હાલ અત્યારે શાંતિનો માહોલ છે. દરમિયાન સુરતના પોલીસ કમિશનર (Surat CP)અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ઘટનામાં સામેલ સગીર પથ્થરબાજો ઘટના સ્થળથી ત્રણ કિમી દુર રહે છે અને આટલી દુરથી કોઇ બાળકો આવી ના શકે જેથી સગીરોને ઉશ્કરણી કરનારા તત્વોની શોધખોળ કરાઇ રહી છે.તેમણે કહ્યું કે ચાલુ રિક્ષામાંથી પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ ગુના નોંધાયા છે અને 28 આરોપીની ધરપકડ કરાઇ છે.

કોમ્બિગ કરીને 28 આરોપીને પકડી લેવાયા

સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા આરોપીઓને સવાર થતાં સુધીમાં જ પોલીસે પકડી લીધા છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે લઘુમતિ સમાજનું ટોળુ ભેગુ થયું હતું અને પોલીસ તત્કાળ પહોંચી ગઇ હતી. ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરાયો હતો અને ટિયરગેસના સેલ પણ છોડાયા હતા. કોમ્બિગ કરીને 28 આરોપીને પકડી લેવાયા છે.

આ પણ વાંચો---Surat : ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- ગમે એવા તાળા લગાવશે, બચી નહીં શકે..! આરોપીઓનાં હાલ બેહાલ, જુઓ Video

ઘટના સંદર્ભે અલગ અલગ 3 ગુના નોંધાયા

તેમણે કહ્યું કે ઘટના સંદર્ભે અલગ અલગ 3 ગુના નોંધાયા છે, જેમાં રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ પર હુમલાની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે
લાલગેટ વિસ્તારમાં બે વાહનો સળગાવવામાં આવ્યા હતા. બનાવ અંગે 6 જેટલી ટીમો તપાસ કરી રહી છે.

જે સગીરો છે,તે ઘટના સ્થળથી ત્રણ કિલોમીટર દૂર રહે છે

અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે તમામ આરોપીઓ વિરૂદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ગત રોજ પોલીસ કંટ્રોલ રૂમને 13 જેટલા ફેલ કોલ આવ્યા હતા. જેની ખરાઈ કરવામાં આવી હતી. જે સગીરો છે,તે ઘટના સ્થળથી ત્રણ કિલોમીટર દૂર રહે છે. આટલી દુરથી કોઇ બાળકો આવી ના શકે. સગીરોને ઉશ્કેરણી કરનારા તત્વોની શોધખો કરાઇ રહી છે. આ ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. સગીરોના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા છે,જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો--Surat ની શાંતિ ડહોળનારા હુલ્લડખોરોનો જુઓ વધુ એક વાઇરલ Video

સગીરો પોતે સમજી શકતા નથી કે તેઓ ધાર્મિક લાગણી દુભાવી રહ્યા છે

તેમણે કહ્યું કે ચાલુ રિક્ષામાંથી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જે ઘટના પાછળ મુખ્ય કાવતરાખોર કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. સગીરો પોતે સમજી શકતા નથી કે તેઓ ધાર્મિક લાગણી દુભાવી રહ્યા છે,જેની પાછળ કોણ છે તેની તપાસ કરાશે .ઘટનામાં છ સગીર વયના બાળકો છે. જે 12 થી 13 વર્ષની ઉમરના છે. આ તમામ બાળકો અભ્યાસ કરે છે.

જુના વીડીયો કે સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ ના કરશો

તેમણે કહ્યું કે અન્ય કોઈ નિર્દોષ લોકોને ધરપકડ કરાઈ નથી. પોલીસ આરોપીઓને કડક સજા અપાવવા પુખ્ત પુરાવા કોર્ટમાં રજૂ કરશે. પોલીસના જવાનો અને અન્ય વ્યક્તિઓને ઘટનામાં ઈજા થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે નાગરિકોને અફવા પર ધ્યાન ના આપવા અપીલ કરતાં કહ્યું કે જુના વીડીયો કે સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ ના કરશો.

આ પણ વાંચો---Surat માં લોકો થયા છે બેકાબૂ, શાંતિ પ્રિય ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન, પોલીસનો Action Mode On

Tags :
Gujarat PolicePolice Commissioner Anupam Singh GehlotRiotingstone pelting at Ganesh pandalSurat CPSurat Police
Next Article