Indore : નિવૃત્ત પ્રોફેસરની રસપ્રદ જાહેરાત, આટલું કરો અને લઇ જાવ 1 કરોડ...
- ઇન્દોરની પ્રખ્યાત દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસર પીએન મિશ્રાની જાહેરાત
- જે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો અગાઉથી કહેશે તેમને 1 કરોડનું ઇનામ
- જાદુગર, તાંત્રિક, દરબાર લગાવનારા, પરચી કાઢનારાને કર્યું આહ્વાહન
- અંધશ્રદ્ધા ખતમ કરવા માટે જ આ દાવો કર્યો
Indore News : ઇન્દોર (Indore News)ની પ્રખ્યાત દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસર પીએન મિશ્રાએ એક રસપ્રદ જાહેરાત કરી છે અને તેમની શરત પૂરી કરનારને એક કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. પ્રોફેસર મિશ્રાએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે કે જે કોઈ જાદુગર, તાંત્રિક, દરબાર લગાવનારા, પરચી કાઢનારા, પોથી વાંચનાર અથવા પોતાનો સિદ્ધપુરુષ અથવા સિદ્ધ માતાજી હોવાનો દાવો કરે છે, તે એક કરોડ રૂપિયા લેવા આવી શકે છે
એક કરોડ રૂપિયા જીતવાની આ શરત છે
નિવૃત્ત પ્રોફેસર પીએન મિશ્રા એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કહ્યું કે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો કહેવાતા સિદ્ધપુરુષો અથવા દરબાર લગાવનારાઓ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી ચૂંટણીની સચોટ આગાહી કરે અને પરિણામો જાહેર થાય તે પહેલાં દરેક પક્ષને કેટલી બેઠકો મળશે તે જણાવે, તો તે તેમને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપશે. જો કોઈ વ્યક્તિ આ કહી શકતો ન હોય તો તેમણે પોતાનો સિદ્ધ પુરુષ અથવા કે દેવી કે પરચી કાઢીને ભવિષ્ય બતાવાનો કે તાંત્રિક હોવાનો ડોળ ન કરવો જોઈએ.
આ પણ વાંચો----Snowfall સ્ટાર્ટ...જમ્મુ કાશ્મીર બન્યું સ્વર્ગ
OMG! इंदौर के पूर्व प्रोफेसर महाराष्ट्र-झारखंड के सही चुनाव परिणाम बताने वाले को देंगे 1 करोड़ इनाम
इंदौर की देवी अहिल्या यूनिवर्सिटी के पूर्व प्रोफेसर और वरिष्ठ शिक्षाविद डॉ. पी एन मिश्रा ने महाराष्ट्र-झारखंड विधानसभा चुनाव के सही परिणाम बताने वाले को एक करोड़ रुपए इनाम देने का… pic.twitter.com/rqtzV9kZdV
— MP First (@MPfirstofficial) November 10, 2024
ભવિષ્ય કર્મો દ્વારા બદલાય છે
પ્રોફેસર મિશ્રાએ જણાવ્યું હતું કે પોતાના કર્મો અને ઇશ્વરીયા વિધાન પર વિશ્વાસ ના કરીને લોકો આવા લોકોની આગળ પાછળ ફરે છે અને પાખંડ તથા અંધવિશ્વાસનો શિકાર બની પોતાનો સમય અને પૈસા નષ્ટ કરે છે. પરેશાન વ્યક્તિ આ લોકો પાસે આ આશા સાથે જાય છે કે તેમને તેમની પાસેથી કોઈ મદદ મળશે અથવા તેઓ તેમનું ભવિષ્ય બદલી નાખશે. જ્યારે ભવિષ્ય આ રીતે બદલાતું નથી, પરંતુ તે કર્મો દ્વારા બદલાય છે.
અંધશ્રદ્ધા ખતમ કરવા માટે જ આ દાવો કર્યો
તેમણે વધુમાં કહ્યું કે કહેવાતા સિદ્ધ લોકો જુદા જુદા દાવા કરે છે. જો તે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ચૂંટણીના ચોક્કસ પરિણામો આપે અને દરેક પક્ષને કેટલી બેઠકો મળી રહી છે તેના ચોક્કસ આંકડા રજૂ કરે તો તેને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. પ્રોફેસરે પણ દાવો કર્યો હતો કે આવા લોકો માત્ર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યા છે અને હું આ અંધશ્રદ્ધાને ખતમ કરવા માંગુ છું. હાલમાં જે રીતે નિવૃત પ્રોફેસરે તમામ પ્રકારની વાતો કરતા એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે પ્રોફેસરની ચેલેન્જને સ્વીકારીને આ એક કરોડ રૂપિયા કઈ વ્યક્તિ જીતવામાં સફળ થશે.
આ પણ વાંચો----Pune માં સોફા કમ બેડની અંદરથી મળી યુવતીની લાશ...!