Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PMનો વિકાસ પ્રવાસ, દમણને આપી અનેક વિકાસકામોની ભેટ

PM મોદીએ દમણને અનેક વિકાસ કામોની ભેટ આપી છે. વડાપ્રધાન દમણમાં દેવકા સીફ્રન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આશરે રૂ. 165 કરોડના ખર્ચે બનેલ 5.45 કિમીનો આ બીચ દેશનો એક પ્રકારનો બીચ રિસોર્ટ છે. આ સીફ્રન્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને...
pmનો વિકાસ પ્રવાસ  દમણને આપી અનેક વિકાસકામોની ભેટ

PM મોદીએ દમણને અનેક વિકાસ કામોની ભેટ આપી છે. વડાપ્રધાન દમણમાં દેવકા સીફ્રન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આશરે રૂ. 165 કરોડના ખર્ચે બનેલ 5.45 કિમીનો આ બીચ દેશનો એક પ્રકારનો બીચ રિસોર્ટ છે. આ સીફ્રન્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને આ વિસ્તારમાં વધુ પ્રવાસીઓને આકર્ષશે તેવી અપેક્ષા છે, જે તેને લેઝર અને મનોરંજન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવે છે.

Advertisement

આ સિવાય નમો મેડિકલ કોલેજની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ સંઘપ્રદેશના લોકોને મેડિકલ કોલેજની મહત્વપૂર્ણ ભેટ આપી છે. જાન્યુઆરી 2019માં આ સંસ્થાનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ કર્યો હતો. આ મેડિકલ કોલેજ મળવાથી સંઘપ્રદેશ ઉપરાંત આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘરઆંગણે જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકશે. જેના કારણે દાદરા નગર હવેલીના ડોકટર બનવા માંગતા મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 180 જેટલી કુલ મેડિકલ સીટ છે.

Advertisement

સેલવાસમાં પીએમ મોદીનું સંબોધન

  • "દમણમાં નમો મેડિકલ કોલેજનું કર્યું લોકાર્પણ"
  • "હું જ્યારે પણ અહીં આવું છું મન પ્રફુલ્લિત થઈ જાય છે"
  • "પ્રાથમિક સુવિધા પર કેન્દ્ર સરકારની ફોકસ છે"
  • "આ કેન્દ્રશાસિત પ્રદેશ દારેજ રાજ્યને પ્રેરણા આપે છે"
  • "અત્યાનું સેલવાસ બદલાઈને કોસ્મોપોલિટન શહેર"
  • "કેન્દ્ર સરકાર અલગ અલગ સ્તરે ઝડપથી કામ કરી રહી છે"
  • "અહીં આવું એટલે મન આનંદથી ભરાઈ જાય છે"
  • "આજે મને 5 હજાર કરોડના નવા પ્રોજેક્ટ શરૂ કરવાની તક મળી"
  • "અમારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસથી ચાલે છે"
  • "દેશનો સંતુલિત વિકાસ થાય તેના પર અમારો ભાર છે"
  • "અગાઉની સરકારે માછીમારોની કદર ન કરી"
  • "દીવ, દમણ અને દાદરાનગર હવેલી સાથે ઓરમાયું વર્તન રખાયું"
  • "જેમણે દશકા સુધી દેશમાં શાસન કર્યું, તેમને સેલવાસના યુવાઓની ચિંતા નહોતી"
  • "પહેલાંની સરકાર વિચારતી હતી કે નાના ક્ષેત્રના વિકાસની શું જરૂર"
  • "અમે સેવા-સમપર્ણ ભાવથી કામ કરીએ છીએ"

Advertisement

  • "છેલ્લા 5 વર્ષમાં વિકાસકામો પાછળ 5500 કરોડનો ખર્ચ કર્યો"
  • "સેલવાસ હવે બદલાયું છે, સેલવાસે આધુનિકતા અપનાવી છે"
  • "સરકારની તમામ યોજનાનો લાભ હવે પ્રદેશને મળી રહ્યો છે"
  • "નવા પ્રોજેકટોને કારણે આ પ્રદેશનો ટુરિઝમ બિઝનેશ વધશે"
  • "અમે આદિવાસી પટ્ટામાં વિજ્ઞાનનું સિક્ષણ શરૂ કરાવ્યું"
  • "પહેલાંની સરકારોમાં આદિવાસી અને છેવાડાના વિસ્તારો વિકારથી વંચિત રહ્યા"
  • "અમારી સરકાર સેવાની ભાવનાથી કામ કરે છે"
  • "દમણમાં વધુ એક 300 બેડની હોસ્પિટલ બની રહી છે"
  • "હવ અંગ્રેજીની સાથે માતૃભાષામાં પણ તબીબી શિક્ષણ લઈ શકાય છે"
  • "હવે ગરીબ પરિવારમાંથી પણ વિદ્યાર્થી ડૉક્ટર બનવાનું સપનું જુએ છે"
  • "હવે દીકરા-દીકરીઓ માતૃભાષામાં જ તબીબી શિક્ષણ મેળવી શકે છે"
  • "અહીંના લોકોમાં પોતાનાપણું છે"
  • "પહેલા તો શિલાન્યાસના પથ્થરો પડી જતાં પરંતુ પ્રોજેક્ટ પૂરા ન થતાં "
  • "પહેલાંની સરકારોમાં વિકાસને માત્ર રાજનીતિના ત્રાજવે જ તોલવામાં આવ્યો"
  • "હવે મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થવાના છે"
Tags :
Advertisement

.