ધુલેમાં PM Modi ગર્જ્યા..એક છો તો સેફ છો....
- વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં પ્રચાર પૂરજોશમાં
- PM નરેન્દ્ર મોદી આજે મહાયુતિના પ્રચાર માટે નાસિકના ધુલે પહોંચ્યા
- તેમણે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહારો કર્યા
- વડાપ્રધાનનું મહત્વનું નિવેદન..એક છો તો સેફ છો
PM Modi in Dhule : 20 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. PM નરેન્દ્ર મોદી આજે મહાયુતિના પ્રચાર માટે નાસિકના ધુલે (PM Modi in Dhule) પહોંચ્યા હતા. ધુળેમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે, તેમણે મહિલા સશક્તિકરણ, રાજ્યના વિકાસ વિશે વાત કરી અને મહાવિકાસ અઘાડી પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
એક છો તો સેફ છો
વડાપ્રધાને કહ્યું કે કાશ્મીરમાં બાબા સાહેબનું જ બંધારણ ચાલશે. કાશ્મીરમાં 370ની કલમ ક્યારેય પાછી નહીં આવે. આ લોકો અલગાવવાદીઓની ભાષા બોલી રહ્યા છે. 370ની કલમે જમ્મુ કાશ્મીરમાં ભાગલા કર્યા હતા. તેમણે કહ્યું કે એક છો તો સેફ છો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે આતંકવાદને સંરક્ષણ આપ્યું હતું. આ દેશને તોડવાની સાજીશ છે.
માત્ર મહાયુતિ સરકાર જ સુશાસન આપી શકે છે
પીએમ મોદીએ ધુલેના લોકોને આશ્વાસન આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા અઢી વર્ષમાં જે વિકાસ થયો છે તેને રોકવા દેવામાં આવશે નહીં. મહાયુતિ આગામી 5 વર્ષમાં મહારાષ્ટ્રની પ્રગતિને નવી ઊંચાઈએ લઈ જશે. રાજ્યને જરૂરી સુશાસન માત્ર મહાયુતિ સરકાર જ આપી શકે છે. બીજી તરફ મહાઅઘાડીના વાહનમાં ન તો પૈડા છે કે ન તો બ્રેક. ડ્રાઈવર સીટ પર બેસવા માટે પણ લડાઈ થાય છે.
આ પણ વાંચો----Poonam Mahajan નો ચોંકાવનારો દાવો, મારા પિતાની હત્યા એક મોટુ ષડયંત્ર
કેટલાક લોકો લૂંટ કરવા રાજકારણમાં આવ્યા
પીએમ મોદીએ કહ્યું કે રાજકારણમાં આવે ત્યારે દરેકનું પોતાનું લક્ષ્ય હોય છે. અમારા જેવા લોકો જનતાની સેવા કરવા રાજકારણમાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકો માટે રાજકારણનો આધાર લોકોને લૂંટવાનો છે. પીએમે કહ્યું કે, જ્યારે લોકોને લૂંટવાનો ઈરાદો ધરાવતા મહા અઘાડી જેવા લોકો સત્તામાં આવે છે, ત્યારે તેઓ વિકાસ અટકાવે છે અને દરેક યોજનામાં ભ્રષ્ટાચાર આચરે છે. પીએમએ ધુળેની જનતાને કહ્યું કે તમે મહા અઘાડીના લોકોના છેતરપિંડીથી બનેલી સરકારના અઢી વર્ષ જોયા છે. આ લોકોએ પહેલા સરકારને લૂંટી અને પછી તમે લોકોને પણ લૂંટવાનું શરૂ કર્યું. આ લોકોએ મેટ્રો પ્રોજેક્ટ અટકાવ્યા, વઢાવન પોર્ટના કામમાં અવરોધ ઊભો કર્યો. આ લોકોએ મહારાષ્ટ્રના લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દરેક યોજનાને અટકાવી દીધી.
મહિલા સશક્તિકરણ પર મહાયુતિનું ફોકસ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે મહાયુતિ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં કોંગ્રેસ અને તેના ગઠબંધનથી સહન નથી થતા. મહાયુતિ સરકારની લાડકી બહેન યોજનાની ચર્ચા માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થઈ રહી છે. કોંગ્રેસ તેને રોકવા માટે વિવિધ ષડયંત્રો રચી રહી છે. કોંગ્રેસ ઇકોસિસ્ટમના લોકો પણ આ યોજના સામે કોર્ટમાં ગયા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ નક્કી કર્યું છે કે જો તેઓ સત્તામાં આવશે તો આ યોજના બંધ કરી દેશે.
આ પણ વાંચો----Maharashtra : BJP ની મોટી કાર્યવાહી, 40 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા...