Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya : 'અમને જાણ કરાઇ કે કોઇ નેતા તમારા ઘેર આવે છે.' જાણો કોણે કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) તેમની અયોધ્યા (Ayodhya) મુલાકાત દરમિયાન ઉજ્જવલા લાભાર્થીના ઘરે પહોંચ્યા હતા. પીએમ મોદી તેઢી બજારમાં મીરા માંઝીના ઘરે થોડો સમય રોકાયા હતા. પીએમ મોદીએ મીરાના પરિવાર અને બાળકો સાથે વાત કરી. મોદીએ મીરાના હાથની...
ayodhya    અમને જાણ કરાઇ કે કોઇ નેતા તમારા ઘેર આવે છે   જાણો કોણે કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) તેમની અયોધ્યા (Ayodhya) મુલાકાત દરમિયાન ઉજ્જવલા લાભાર્થીના ઘરે પહોંચ્યા હતા. પીએમ મોદી તેઢી બજારમાં મીરા માંઝીના ઘરે થોડો સમય રોકાયા હતા. પીએમ મોદીએ મીરાના પરિવાર અને બાળકો સાથે વાત કરી. મોદીએ મીરાના હાથની ચા પણ પીધી. આ પરિવાર ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભાર્થી છે. સૌથી મોટી વાત એ છે કે શ્રમિક બહેન મીરા માંઝી પીએમ ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થી છે. મીરાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મને એક કલાક પહેલા જાણ કરવામાં આવી હતી કે કોઈ નેતા ઘરે આવશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન આવશે તેવું કહેવામાં આવ્યું ન હતું.

Advertisement

જે નેતા આવે છે તે જમી શકે છે

તેમણે કહ્યું કે અમને કહેવામાં આવ્યું હતું કે જે નેતા આવે છે તે જમી શકે છે. જેથી અમે ભોજન તૈયાર કર્યું. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) આવ્યા ત્યારે મને વિશ્વાસ નહોતો થતો. અમને નવાઇ લાગી કે વડાપ્રધાન અમારા ઘરે આવ્યા છે. અમે તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં. તેમને જોઈને ખૂબ આનંદ થયો. મીરાએ તેની સાથે વાત કરી. વડાપ્રધાને મીરાને પૂછ્યું કે શું તેં તારું ઘર તારી મરજી મુજબ બનાવ્યું છે? મીરાએ કહ્યું કે અમે અમારું ઘર પોતાના દિલથી બનાવ્યું છે.

Advertisement

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા પહોંચ્યા

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક અગ્રણી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અયોધ્યા પહોંચ્યા પછી, મોદી એરપોર્ટથી જ 'અયોધ્યા ધામ' રેલ્વે સ્ટેશન સુધી રોડ શો પર ગયા, જ્યાં જીવનના વિવિધ ક્ષેત્રના લોકો રસ્તાની બંને બાજુએ ઉભા હતા અને વડા પ્રધાનને હાથ લહેરાવતા હતા અને ફોટોગ્રાફ્સ લેતા જોવા મળ્યા હતા. આ પહેલા અયોધ્યા એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું આગમન સમયે રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી સહિત અનેક અગ્રણી નેતાઓએ સ્વાગત કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો---LIVE : PM મોદીએ નિષાદ પરિવારને પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું

Tags :
Advertisement

.