Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Semicon India 2023 : ભારતે કોઈને નિરાશ નથી કર્યું, 21મી સદીના ભારતમાં તમારા માટે તકો જ તકો છે : PM Modi

ગાંધીનગર મહાત્મા મંદિર (Mahatma Mandir-Gandhinagar) ખાતે સેમિકોન ઈન્ડિયા 2023 કોન્ફરન્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શુભારંભ કરાવ્યું. ભારતને (India) સેમિકન્ડક્ટર હબ (Semiconductor hub) બનાવવાના સરકારના પ્રયાસો છે ત્યારે આ કોન્ફરન્સમાં સેમિકંડક્ટર ક્ષેત્રના માંધાતાઓ હાજર રહ્યાં છે. આ કાર્યક્રમમાં 150 પ્રદર્શનકર્તા,...
01:25 PM Jul 28, 2023 IST | Viral Joshi

ગાંધીનગર મહાત્મા મંદિર (Mahatma Mandir-Gandhinagar) ખાતે સેમિકોન ઈન્ડિયા 2023 કોન્ફરન્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શુભારંભ કરાવ્યું. ભારતને (India) સેમિકન્ડક્ટર હબ (Semiconductor hub) બનાવવાના સરકારના પ્રયાસો છે ત્યારે આ કોન્ફરન્સમાં સેમિકંડક્ટર ક્ષેત્રના માંધાતાઓ હાજર રહ્યાં છે. આ કાર્યક્રમમાં 150 પ્રદર્શનકર્તા, 300 વૈશ્વિક કંપનીઓ, 50 વૈશ્વિક વક્તાઓ, 100 સ્ટાર્ટઅપ્સ પણ સામેલ થયાં. સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સમાં ( SemiconIndia Conference 2023) વડાપ્રધાન મોદીએ (PM Modi) સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતમાં શા માટે ભારત જ રોકાણ કરવું જોઈએ તે અંગે સેમિકંડક્ટર ક્ષેત્રના દિગ્ગજોનો માહિતગાર કર્યાં હતા.

આવા કાર્યક્રમ જરૂરી છે

તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ કોન્ફરન્સમાં મને પરિચિત ચહેરાઓ દેખાઈ રહ્યાં છે. કેટલાક લોકો એવા છે જેમને પહેલીવાર મળું છું. જેમ સોફ્ટવેરને અપડેટ કરવો જરૂરી છે તેમ આ કાર્યક્રમ છે સેમિકોન ઈન્ડિયાના માધ્યમથી ઈન્ડસ્ટ્રી, પોલીસી મેકર્સ સાથે સંબંધ પણ અપડેટ થાય છે. આપણા સંબંધોના સંક્રોનાઈઝેશન માટે આ જરૂરી છે.

ગુજરાતના યુવાનોને અપીલ

સેમીકોન ઈન્ડિયામાં (SemiconIndia) દેશ વિદેશની ઘણી કંપનીઓ સ્ટાર્ટ અપ આવ્યા છે. સેમીકોન ઈન્ડિયામાં હૃદયથી સ્વાગત કરું છું, મેં એક્ઝિબીશન જોયું આ ક્ષેત્રમાં કેટલી પ્રગતી થઈ છે. નવા લોકો, નવી કંપની નવી પ્રોડક્ટ મને ઓછો સમય મળ્યો પણ સારો અનુભવ રહ્યો. ગુજરાતની યુવા પેઢીને આગ્રહ કરીશ પ્રદર્શનમાં જાઓ, ટેક્નોલોજીને સમજો અને જાણો.

કેમ દુનિયાનો ભરોસો ભારત પર?

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસિથી વધારે ટ્રસ્ટેડ પાર્ટનર કોણ હોય? ભારત (India) પર દુનિયાનો (World) ભરોસો વધી રહ્યો છે કારણ કે અહીં સ્ટેબલ, રિસ્પોન્સિબલ અને રિફોર્મ ઓરિયેન્ટેડ સરકાર (Stable, Responsible and Reform Oriented Government) છે. આજે દરેક ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્કચર વધી રહ્યું છે. ટેક્નોલોજી (Technology) વિસ્તરી રહી છે. આજે ભારત પર સેમીકંનડક્ટ ઈન્ડસ્ટ્રીને (Semiconductor Industry) ભરોસો કારણે કે આપણી પાસે માસ હૃમન પાવર છે.

Make in India, Make for World

તેમણે કહ્યું કે, જ્યારે તમે કહો છો મેક ઈન ઈન્ડિયા ત્યારે તે વાત પણ સામેલ થઈ જાય છે કે, મેક ઈન ન્ડિયા મેક ફોર વર્લ્ડ. (Make in India, Make for World) ભારત સાથી દેશો સાથે મળીને વ્યપક રોડ મેપ પર કામ કરી રહ્યું છે. હાલમાંજ અમે નેશનલ ક્વાન્ટમ મિશનને મંજુર કર્યો, સેમીકંન્ડક્ટર ઈકોસિસિટમ (Semiconductor Ecosystem) બનાવી. ભારતમાં 300 થી વધારે એવી મોટી કોલેજો ઓળખાઈ છે જેમા સેમિકન્ડક્ટર કોર્સ (Semiconductor Course) શરૂ કરી શકાશે. આગામી પાંચ વર્ષોમાં અમારે ત્યાં 1 લાખથી વધારે ડિઝાઈન એન્જીનિયર તૈયાર થવાના છે. સેમિકોન ઈન્ડિયાના દરેક પાર્ટિસિપેન્ટ માટે તે વાતો તેવો વિશ્વાસ વધારશે.

ભારતમાં સેમીકેન્ડક્ટર ઈન્ડસ્ટ્રી માટે રેડ કાર્પેટ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, મિત્રો તમે કન્ડક્ટર અને ઈન્સ્યુલેટરનો તફાવત જાણો છો. ભારત સેમીકન્ડક્ટર માટે એક સારા એનર્જી બોક્સ બનાવા માટે દરેક ચેક બોક્સને ક્લિક કરે છે. છેલ્લા એક દાયકામાં અમારી સોલાર પાવર કેપેસિટિ (Solar Power Capacity) વધી છે અને તેના માટે અનેક પગલાં ભર્યાં છે. અમે નવી મેન્યૂફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાટે અનેક કર છૂટની જાહેરાત કરી છે. આજે ભારત દુનિયાના સૌથી ઓછા કોર્પોરેટટ ટેક્સવાળા દેશમાં સામેલ છે. અમે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (Ease of doing business) આડે આવતા કાયદા ખતમ કરી દીધા, આ નિર્ણય આ નિતિઓ તેનું પ્રતિબિંબ છે કે ભારત સેમીકેન્ડક્ટર ઈન્ડસ્ટ્રી (Semiconductor Industry) માટે રેડ કાર્પેટ (Red carpet) બિછાવે છે. સેમિકન્ડક્ટર ઈન્વેસ્ટમેન્ટ (Semiconductor Investment) માટે ભારત એક સારો કંન્ડક્ટર બને છે. પોતાના આ પ્રયાસો વચ્ચે ભારત ગ્લોબલ સપ્લાઈ ચેઈન પણ જાણે છે તેથી અમે તમારી સાથે કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ. સ્પેસ સેક્ટર કે જીઓસ્પેસ સેક્ટર અમને સારા પરિણામ મળ્યા છે. સેમિકોન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ અપાતા ઈન્સેન્ટિવ વધાર્યું છે. દેશના સેમિકન્ડક્ટર ગ્રોથને ગતિ આપવા અમે નિતી ઘડીએ છીએ.

'યહી સમય હૈ, સહી સમય હૈ' દેશ માટે પણ દુનિયા માટે પણ...

G20 ના પ્રેસિડેન્ટ તરીકે પણ ભારતે જે થીમ આપી છે તે છે વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યૂચર (One Earth, One Family, One Future). ભારતને સેમિકન્ડક્ટર મેન્યૂફેરક્ટરિંગ હબ (Semiconductor Manufacturing Hub India) બનાવવા માટે પણ અમારી આ ભાવના છે ભારતની સ્કિલ કેપેસિટિનો (Skill Capacity India) દુનિયાનો લાભ થાય તે જ ભારતની (India) ઈચ્છા, અમે એક સારી દુનિયા માટે ભારતનું સામર્થ્ય વધારવા માંગીએ છીએ. આમા તમારી સહભાગીદારીતા સુચનોનું સ્વાગત છે. ભારત સરકાર દરેક પગલે તમારી સાથે છે આ સમિટ (Summit) માટે મારી તમને ખુબ ખુબ શુભકામના, તક છે અને મે લાલ કિલા પરથી કરહ્યું હતું યહી સમય હૈ સહી સમય હૈ અને હું કહું છું દેશ માટે તો છે જ દુનિયા માટે પણ છે.

આ પણ વાંચો : અમારી સરકારે મોંઘવારીને કાબુમાં રાખી : PM MODI

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Next Article