Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : ના કોઇ રાજકીય ચર્ચા, ન કોઇ રાજનીતિની વાત, PM મોદીએ પાર્ટીના નેતા-ધારાસભ્યોને આપ્યો આ મંત્ર

Gandhinagar : વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) આજે ગાંધીનગર (Gandhinagar) સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મંત્રીમંડળ, ભાજપના ધારાસભ્યો (BJP MLA) અને સાંસદ સભ્યો (BJP MP) સાથે ભોજન (Lunch) લીધું હતું. વડાપ્રધાન મોદીએ (PM Modi) ગુજરાતના (Gujarat) ધારાસભ્યોને વિકાસનો મંત્ર આપતા લોકોની...
gandhinagar   ના કોઇ રાજકીય ચર્ચા  ન કોઇ રાજનીતિની વાત  pm મોદીએ પાર્ટીના નેતા ધારાસભ્યોને આપ્યો આ મંત્ર

Gandhinagar : વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) આજે ગાંધીનગર (Gandhinagar) સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મંત્રીમંડળ, ભાજપના ધારાસભ્યો (BJP MLA) અને સાંસદ સભ્યો (BJP MP) સાથે ભોજન (Lunch) લીધું હતું. વડાપ્રધાન મોદીએ (PM Modi) ગુજરાતના (Gujarat) ધારાસભ્યોને વિકાસનો મંત્ર આપતા લોકોની વચ્ચે રહી લોકોના કામ કરવા જણાવ્યું છે.

Advertisement

PM Modi had a Lunch at Gandhinagar

પ્રજાના કામ કરવાની સલાહ

માણસાના ધારાસભ્ય (Mansa MLA) જે.એસ.પટેલે (J.S.Patel) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે પારિવારિક ભોજન હતુ, કોઈ પણ રાજકીય ચર્ચા નથી થઈ, પ્રજાએ જે વિશ્વાસ મુક્યો છે તો ડાઉન ટૂ અર્થ રહી પ્રજા વચ્ચે રહો અને પ્રજાના કામ કરો.

Advertisement

બે દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હતા. રાજકોટમાં કરોડોના વિકાસકાર્યોની ભેટ અને તે પછી આજે ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. બપોરે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત ભાજપના નેતાઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે ભોજન લઈ તેઓ રાજભવન અને ત્યાંથી એરપોર્ટ જવા રવાના થયાં અને એરપોર્ટથી તેઓ દિલ્હી જશે.

Advertisement

ગાંધીનગરમાં બપોરનું  ભોજન

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ગાંધીનગર (Gandhinagar) સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi), ભાજપ (BJP) સરકારના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો (MLA), સાંસદો (MP) અને ભાજપના મહત્વના પદાધિકારીઓ સાથે બપોરનું ભોજન કર્યું. ગાંધીનગર સર્કિટ હાઉસમાં બપોરના ભોજન માટેની રાઉન્ડ ટેબલની વ્યવસ્થાથી માંડીને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળના સભ્યો, ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને પદાધિકારીઓને વિકાસનો મંત્ર આપ્યો.

‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી વિશે છ દિવસ પ્રદર્શન યોજાશે. ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો પેનલ સાથે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : SEMICON INDIA 2023 : ભારતે કોઈને નિરાશ નથી કર્યું, 21મી સદીના ભારતમાં તમારા માટે તકો જ તકો છે : PM MODI

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.