Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Narendra Modi At Bhutan: PM Modi એ કહ્યું, ભૂતાન દ્વારા ભગવાન બુદ્ધના વારસાને જાળવી રાખવામાં આવ્યો

PM Narendra Modi At Bhutan: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ભૂતાન દેશ (Bhutan) ની મુલાકાત લીધી હતી. આ સાથે PM Modi ભૂતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા પ્રથમ વિદેશી સરકારના પ્રમુખ બન્યા છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ...
05:44 PM Mar 22, 2024 IST | Aviraj Bagda

PM Narendra Modi At Bhutan: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ભૂતાન દેશ (Bhutan) ની મુલાકાત લીધી હતી. આ સાથે PM Modi ભૂતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા પ્રથમ વિદેશી સરકારના પ્રમુખ બન્યા છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પીએમ મોદીને 'Order of the Druk Gyalpo'થી સન્માનિત કર્યા હતા.

જોકે પીએમ મોદી (PM Modi) ભૂતાન (Bhutan) ના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે આજરોજ ભૂતાન (Bhutan) ની રાજધાની થિમ્ફુના તાશિચો ઝોંગ પેલેસ પહોંચ્યા હતા. અહીં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુક (Jigme Khesar Namgyel Wangchuck) ને મળ્યા હતા.

પીએમ મોદીઓ ભૂતાનમાં સંબંધોન આપ્યું

ભૂટાનના રાજા દ્વારા 'સર્વોચ્ય નાગરિક સન્માન' થી સન્માનિત થયા બાદ પીએમ મોદી (PM Modi) એ કહ્યું, આજે એક ભારતીય નાગરિક તરીકે મારા જીવનની સૌથી મોટી ક્ષણ છે. ભૂતાન (Bhutan) દ્વારા જે રીતે સર્વોચ્ય રાષ્ટ્રીય પુરસ્કારથી મને સન્માન આપવમાં આવ્યું છે. જોકે દરેક પુરસ્કાર પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. પરંતુ જ્યારે કોઈ પણ દેશના પુરસ્કારથી સન્માનિત થવાની તક મળે છે,ત્યારે એ પ્રતિત થાય છે કે બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત બની રહ્યા છે.

બંને દેશ વચ્ચે સંબંધો અતૂટ છે

તે ઉપરાંત કાર્યક્રમને સંબોધતા પીએમ (PM Modi) મોદી એ કહ્યું, "140 કરોડ ભારતીયો જાણે છે કે ભૂતાનના લોકો તેમના જ પરિવારના સભ્યો છે. ભૂતાન (Bhutan) ના લોકો પણ આ વાત જાણે છે અને માને છે કે ભારત તેમનો પરિવાર છે. બંને દેશ વચ્ચે સંબંધ, મિત્રતા, પરસ્પર સહયોગ અને વિશ્વાસ અતૂટ છે. તેથી આજનો દિવસ માટે અમૂલ્ય છે.

ભારત એ એવી ભૂમિ છે જ્યાં બુદ્ધે જ્ઞાન મેળવ્યું

વડાપ્રધાન મોદી (PM Modi) એ વધુમાં કહ્યું કે, "ભારત અને ભૂટાન (Bhutan) એક સમાન વારસો ધરાવે છે. ભારત એ ભગવાન બુદ્ધની ભૂમિ છે અને તેમનું નિવાસસ્થાન છે. ભારત એ એવી ભૂમિ છે જ્યાં બુદ્ધે જ્ઞાન મેળવ્યું હતું. તો બીજી તરફ ભૂતાન (Bhutan) દ્વારા ભગવાન બુદ્ધની શિક્ષાઓના ઉપદેશને આત્મસાત અને જાળવણી કરી.

આ પણ વાંચો: PM Modi Bhutan Visit : પીએમ મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો: Delhi CM News Update: AAPના પ્રમુખ કેજરીવાલે બનાવી હતી EDના અધિકારીઓની એક અલગ ફાઈલ

આ પણ વાંચો: Arvind Kejriwal : ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું… Video

Tags :
awardBhutanBhutan KingBuddhismGujaratFirstIndiaNarendra ModiNationalpm modiPM Narendra Modi At Bhutan
Next Article