Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત સાથે તમારી પાર્ટનરશીપ ખુબ મહત્વપૂર્ણ છે, અહીં દુનિયાનું સૌથી યુવા ટેલેન્ટ છે : PM મોદી

B20 Summit India: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં વૈશ્વિક વેપાર સમુદાય સાથે સત્તાવાર G20 સંવાદ મંત બિઝનેસ-20 (B20) શિખર સમ્મેલન સંબોધિત કર્યું.આ સંમ્મેલનમાં વિશ્વભરના નીતિ નિર્માતાઓ, વ્યાપારી નેતાઓ અને નિષ્ણાતોને વિચાર-વિમર્શ કરવા અને ચર્ચા કરવા આમંત્રણ અપાયું છે. G20માં પ્રસ્તુત કરવા...
ભારત સાથે તમારી પાર્ટનરશીપ ખુબ મહત્વપૂર્ણ છે  અહીં દુનિયાનું સૌથી યુવા ટેલેન્ટ છે   pm મોદી
Advertisement

B20 Summit India: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં વૈશ્વિક વેપાર સમુદાય સાથે સત્તાવાર G20 સંવાદ મંત બિઝનેસ-20 (B20) શિખર સમ્મેલન સંબોધિત કર્યું.આ સંમ્મેલનમાં વિશ્વભરના નીતિ નિર્માતાઓ, વ્યાપારી નેતાઓ અને નિષ્ણાતોને વિચાર-વિમર્શ કરવા અને ચર્ચા કરવા આમંત્રણ અપાયું છે. G20માં પ્રસ્તુત કરવા માટે B20માં 54 ભલામણો અને 172 નીતિગત કાર્યવાહી સામેલ છે. આ સમ્મેલનમાં દુનિયાભરના લગભગ 1700 ઉદ્યોગક્ષેત્રના લોકો અને તજજ્ઞો સામેલ થશે.

દેશમાં ઉજવણીનો માહૌલ

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે, તમે સૌ બિઝનેસ લીડર્સ એવા સમયે ભારત આવ્યા છો જ્યારે અમારા સમગ્ર દેશમાં સેલિબ્રેશનનો માહૌલ છે. આ તહેવારની સિઝન જેવું હોય છે. જે અમારી સોસાયટી પણ સેલીબ્રેટ કરે છે અને અમારો બિઝનેસ પણ સેલીબ્રેટ કરે છે. આ વખતે તે 23 ઓગસ્ટથી જ શરૂ થઈ ગયો છે. આ સેલિબ્રેશન છે ચંદ્રયાનનું ચંદ્રમાં પર પહોંચવાનું.

Advertisement

તેમણે કહ્યું કે, આ ઉત્સવ એત જવાબદાર અંતરિક્ષ કાર્યક્રમ ચલાવવા માટે છે. આ ઉત્સવ દેશની પ્રગતિને ગતિ આપવાનો છે. આ ઉત્સવ નવાચારનો છે. આ ઉત્સવ અંતરિક્ષ ટેક્નોલોજીના માધ્યમથી સ્થિરતા અને સમાનતા લાવવાનો છે અને આ જ તો B20 સમિટની થીમ છે.

Advertisement

તમારી ભાગીદારી મહત્વની

તેમણે જણાવ્યું કે, ભારતની લોકશાહી વેલ્યૂ ભારતના એક્શન રિસ્પોન્સમાં દેખાય છે. દેશના 50 થી વધારે શહેરોમાં થયેલી G20 બેઠકોમાં દેખાય છે. તેથી ભારત સાથેની તમારી ભાગીદારી ખુબ મહત્વપૂર્ણ છે. આજે ભારતમાં દુનિયાનું સૌથી યુવા ટેલેન્ટ છે.

પરસ્પર ભરોસો વધારવો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોઈ પણ આફત આવે છે, મોટું સંકટ આવે છે તો તે આપણને કંઈને કંઈ શીખ આપીને જાય છે. થોડાં વર્ષો પહેલા આપણે દુનિયાની સૌથી મોટી મહામારીમાંથી પસાર થયાં છીએ. આ સંકટે દુનિયાના દરેક દેશ, સમાજ, દરેક બિઝનેસ હાઉસને એક બોધપાઠ આપ્યો છે. આપણે હવે સૌથી વધારે ઈન્વેસ્ટ પરસ્પર ભરોસા પર કરવાનું છે. આજે ભારતમાં દુનિયાનું સૌથી યુવા ટેલેન્ટ છે. આજે ભારત ઈન્ડસ્ટ્રી 4.0 ના આ તબક્કામાં રિવોલ્યૂશનનો ચહેરો બનેલો છે. ભારત સાથે પરસ્પર મિત્રતા એટલી મજબૂત થશે. એટલી સમૃદ્ધી બંને દેશોને મળશે.

તેમણે ઉમેર્યું કે, કોરોના દરમિયાન જ્યારે દુનિયાને દવાની જરૂર હતી ત્યારે ભારતે ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે 150 થી વધારે દેશોને દવાઓ આપી. જ્યારે દુનિયાને કોરોના વેક્સિનની જરૂર હતી ત્યારે ભારતે વેક્સિન ઉત્પાદન વધાર્યું અને લાખો લોકોનો જીવ બચાવ્યો.

B20 વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરતું મંચ

ત્રણ દિવસિય આ સમ્મેલનની શરૂઆત 25 ઓગસ્ટના થઈ હતી. B20 નું મંચ વૈશ્વિક વેપાર સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. તેને 2010માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. G20 સમ્મેલન આગામી મહિને થશે. B20નો વિષય દરેક વ્યવસાયિકો માટે જવાબદાર, ત્વરિત, નવીન, ટકાઉ અને ન્યાયસંગત પહોંચ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે.

આ પણ વાંચો : MANN KI BAAT માં વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન મિશનના વખાણ કર્યાં, જાણો શું કહ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Trending News

.

×