Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ન્યૂયોર્કમાં શિક્ષાવિદ્દો અને થીંક ટેન્ક સમુહના સભ્યો સાથે PM MODIની મુલાકાત 

અમેરિકાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુલાકાતના પહેલા દિવસે ન્યૂયોર્કમાં શિક્ષાવિદ્દો અને થીંક ટેન્ક સમુહના સભ્યો સાથે મુલાકાત કરી હતી. યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખે પીએમ મોદીના વખાણ કર્યા યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ...
08:40 AM Jun 21, 2023 IST | Vipul Pandya
અમેરિકાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુલાકાતના પહેલા દિવસે ન્યૂયોર્કમાં શિક્ષાવિદ્દો અને થીંક ટેન્ક સમુહના સભ્યો સાથે મુલાકાત કરી હતી.
યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખે પીએમ મોદીના વખાણ કર્યા
યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ અતુલ કેશપે જણાવ્યું હતું કે અમે બંને દેશોની વહેંચાયેલ સમૃદ્ધિ માટે અમેરિકા અને ભારતને શક્ય તેટલા મજબૂત સંરક્ષણ સંબંધો વિકસાવવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પીએમ મોદીની પ્રથમ રાજ્ય મુલાકાત. હું આ વિશે ખરેખર ઉત્સાહિત છું અને મને લાગે છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બિડેને આપણા દેશોને આગલા મહાન સ્તર પર લઈ જવા માટે વાસ્તવિક નેતૃત્વ દર્શાવ્યું છે. ભારત અને અમેરિકા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઈન્ડો-પેસિફિકના દરેક દેશ પાસે સંપૂર્ણ સાર્વભૌમત્વ હોય અને પોતાના લોકોની સંભાળ લેવાની તક હોય. અમે માનીએ છીએ કે વિવાદોની શાંતિપૂર્ણ મધ્યસ્થી અને મજબૂત સંરક્ષણ સંબંધની જરૂર છે જેથી કરીને અમારા લોકો સુરક્ષિત રહે.
ભારત જે હાંસલ કરી શકે છે તેની કોઈ મર્યાદા નથી
PM મોદીને મળ્યા પછી યુએસ ખગોળશાસ્ત્રી, લેખક અને વિજ્ઞાન સંચારકાર નીલ ડી. ગ્રાસ ટાયસને કહ્યું કે તેમની સાથે સમય વીતાવીને હું ખુબ ખુશ છું. ભવિષ્ય માટે તેમના વિઝન વિશે જાણીને આનંદ થયો. મને ખાતરી છે કે ભારત જે હાંસલ કરી શકે છે તેની કોઈ મર્યાદા નથી. તેથી જ મને ભારતનું ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે.

તે એક શાનદાર મુલાકાત હતી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કર્યા બાદ પોતાનો પ્રતિભાવ આપતાં પ્રોફેસર પોલ રોમરે કહ્યું હતું કે તે એક શાનદાર મુલાકાત હતી. અમે શહેરી વિકાસના મહત્વ વિશે વાત કરી હતી. તેઓ આ મુદ્દાઓને ખુબ જ સારી રીતે સમજે છે. વડાપ્રધાને ખુબ જ સારી રીતે સમજાવ્યું કે શહેરીકરણ કોઇ સમસ્યા નથી. આ એક અવસર છે. ભારત આધાર જેવી પહેલથી પ્રમાણીકરના મોર્ચે વિશ્વને રસ્તો ચિંધી શકે છે.

અવિશ્વસનિય મુલાકાત હતી
ન્યુ યોર્કમાં PM મોદીને મળ્યા પછી પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના અધ્યક્ષ નીલી બેંદાપુડીએ પણ કહ્યું કે આ એક અવિશ્વસનીય મુલાકાત હતી. વડાપ્રધાન સાથે બેસવું અને તેમના દ્રષ્ટિકોણને સમજવો કે બે મહાન લોકશાહી ભારત અને યુએસએ એક સાથે કેવી રીતે કામ કરી શકે છે, વાસ્તવમાં તે ખુબ જ પ્રેરણાદાયક છે.

ભારતની ક્ષમતા વિશાળ છે
ન્યૂયોર્કમાં પીએમ મોદીને મળ્યા બાદ  યુએસ રોકાણકાર રે ડાલિયોએ કહ્યું કે ભારતની ક્ષમતા વિશાળ છે અને હવે તમારી પાસે એક સુધારક છે જેની પાસે પરિવર્તન લાવવાની ક્ષમતા અને લોકપ્રિયતા છે. ભારત અને પીએમ મોદી એવા સંક્રમણ બિંદુ પર છે જે ઘણી તકો ઉભી કરશે.

તેમને મળીને ખુબ જ સારુ લાગ્યું

ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહે ન્યૂયોર્કમાં પીએમ મોદીને મળ્યા પછી કહ્યું કે તેમને મળીને ખુબ જ સારુ લાગ્યું. તેમને આલ્બમ કવર અને ગીત ખુબ જ પસંદ આવ્યું. તેમણે કહ્યું કે ગીતથી ઘણા લોકોને ફાયદો થશે

આ પણ વાંચો---એલોન મસ્કે કહ્યું, હું PM MODI નો પ્રશંસક છું

Tags :
academicsnarendr modiNEW YORKpm modi usa visitthink tank group
Next Article