Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે PM MODI નો ચાર રાજ્યોનો ઝંઝાવાતી પ્રવાસ, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi)  આજે છત્તીસગઢથી ચાર રાજ્યોના પ્રવાસની શરૂઆત કરશે. પોતાના 36 કલાકના પ્રવાસમાં પીએમ મોદી Pm modi)  ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનની સાથે છત્તીસગઢમાં 50 હજાર કરોડની 50 થી વધુ યોજનાઓની શરૂઆત કરશે. 8 જુલાઈએ પીએમ મોદી...
આજે pm modi નો ચાર રાજ્યોનો ઝંઝાવાતી પ્રવાસ  અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi)  આજે છત્તીસગઢથી ચાર રાજ્યોના પ્રવાસની શરૂઆત કરશે. પોતાના 36 કલાકના પ્રવાસમાં પીએમ મોદી Pm modi)  ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનની સાથે છત્તીસગઢમાં 50 હજાર કરોડની 50 થી વધુ યોજનાઓની શરૂઆત કરશે. 8 જુલાઈએ પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીથી તેલંગાણાના વારંગલ અને ત્યાંથી રાજસ્થાનના બિકાનેર જશે.
છત્તીસગઢમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) આજે છત્તીસગઢમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો શિલાન્યાસ કરશે. જેમાં રાયપુર વિશાખાપટ્ટનમ 6 લેન કોરિડોરનો સમાવેશ થાય છે. આ પછી તે ગોરખપુરમાં ગીતા પ્રેસના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. આ સાથે પીએમ મોદી ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃનિર્માણનો શિલાન્યાસ પણ કરશે.

Advertisement

વડાપ્રધાન મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે
ગોરખપુર બાદ વડાપ્રધાન મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે. આ પછી વડાપ્રધાન મોદી શનિવારે વારાણસીથી તેલંગાણાના વારંગલ પહોંચશે. જ્યાં તેઓ વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે જેમાં નાગપુર-વિજયવાડા કોરિડોર મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદી આ સમયગાળા દરમિયાન કરીમનગર અને વારંગલ વચ્ચે NH 563નો શિલાન્યાસ પણ કરશે. ત્યાર બાદ મૃતસર-જામનગર એક્સપ્રેસ રાજસ્થાનના બિકાનેરમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

બિકાનેર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે શિલાન્યાસ 
પીએમ શનિવારે રાજસ્થાનના બિકાનેર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે શિલાન્યાસ કરશે. સ્ટેશનને 450 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે.
હનુમાનગઢથી જાલોર સુધી અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર તૈયાર
ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર ચાર રાજ્યો પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતને જોડશે. પીએમ શનિવારે રાજસ્થાનના હનુમાનગઢના જાખડાવલી ગામથી જાલોર જિલ્લાના ખેતલાવાસ ગામ સુધીનો ભાગ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રોજેક્ટનો 500 કિમીનો આ વિભાગ 11,123 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે.

Advertisement

કાશીને આજે 12 હજાર કરોડની ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગોરખપુર અને કાશીની મુલાકાત લેશે. તેઓ પૂર્વાંચલના 12,110 કરોડના વિકાસ પ્રોજેક્ટને જનતાને સમર્પિત કરશે. આ સાથે જાહેર સભા યોજીને મિશન 2024ની શરૂઆત કરશે. ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને જનપ્રતિનિધિઓ સાથે ટિફિન બેઠક કરીને તેમનો ઉત્સાહ વધારશે. વડાપ્રધાન પણ શહેરનું નિરીક્ષણ કરવા બહાર જઈ શકે છે. તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
ગીતા પ્રેસના શતાબ્દી વર્ષના સમાપન સમારોહમાં હાજરી
ગીતા પ્રેસના શતાબ્દી વર્ષના સમાપન સમારોહમાં હાજરી આપીને પીએમ ગીતાના મહત્વ અને ગીતા પ્રેસની સિદ્ધીઓ પર પોતાના વિચાર વ્યક્ત કરશે.ત્યારબાદ તેઓ રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ સાથે તેઓ 693 કરોડ રૂપિયાના રેલ્વે સ્ટેશન રિમોડેલિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
પીએમ બૌદ્ધિકો સાથે પણ વાતચીત કરશે
વડાપ્રધાન મોદી શનિવારે વારાણસી જતા પહેલા બરેકા ઓડિટોરિયમમાં શહેરના બૌદ્ધિકો સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. સંસ્થા દ્વારા ડોકટરો, શિક્ષકો, સીએ, ઉદ્યોગપતિઓ અને અન્ય લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન અહીં તેમના નવ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમની સિદ્ધિઓ જણાવશે. કાશીના વિકાસ અંગે પણ ચર્ચા કરી શકે છે.
કાશીની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ તબક્કો
વડાપ્રધાન મોદીએ કાશીની મુલાકાતના એક દિવસ પહેલા ટ્વીટ કરીને વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસની જાણકારી આપી હતી. વડાપ્રધાને લખ્યું છે કે બાબા વિશ્વનાથના શહેર વારાણસીની વિકાસ યાત્રામાં શુક્રવારે વધુ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન આવવા જઈ રહ્યું છે. વડાપ્રધાને દીન દયાલ ઉપાધ્યાય રેલ્વે જંકશનનો પણ ઉલ્લેખ કર્યો છે. લખવામાં આવ્યું છે કે પં. દીનદયાળ ઉપાધ્યાય જંકશન-સોને નગર વચ્ચેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સિવાય ત્રણ રેલ લાઇન પણ સમર્પિત છે. આ સાથે યુપીમાં 100 ટકા રેલ વિદ્યુતીકરણ પૂર્ણ થઈ ગયું છે.
Tags :
Advertisement

.