ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

US અને ઈજિપ્ત પ્રવાસથી પરત ફર્યા બાદ PM મોદીનો પહેલો સવાલ કે, 'દેશમાં શું ચાલી રહ્યું છે', જાણો કેમ પૂછ્યું આવું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તની મુલાકાત બાદ રવિવારે મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા છે. બપોરે 12.30 કલાકે PM નું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીં BJP અધ્યક્ષ જેપી નડ્ડા અને દિલ્હીના સાંસદોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું...
08:08 AM Jun 26, 2023 IST | Dhruv Parmar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તની મુલાકાત બાદ રવિવારે મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા છે. બપોરે 12.30 કલાકે PM નું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીં BJP અધ્યક્ષ જેપી નડ્ડા અને દિલ્હીના સાંસદોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. BJP નેતાઓએ જણાવ્યું કે PM એ અહીં બધાની ખબર-અંતર પૂછી અને કહ્યું કે, તમે રાત્રે એરપોર્ટ પર આવવા માટે તમારી ઊંઘમાં કેમ બગાડી છે.

એક અહેવાલ મુજબ, દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારીએ પત્રકારોને કહ્યું હતું કે PM મોદીએ નડ્ડાને પૂછ્યું હતું કે અહીં કેવું ચાલી રહ્યું છે. નડ્ડાએ તેમને કહ્યું હતું કે (કેન્દ્ર) સરકારના 9 વર્ષના રિપોર્ટ કાર્ડ સાથે પાર્ટીના નેતાઓ લોકો સુધી પહોંચી રહ્યા છે અને દેશ ખુશ છે. PM નું સ્વાગત કરવા પહોંચેલા બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું કે PM એ પૂછ્યું કે દેશમાં શું થઈ રહ્યું છે અને પાર્ટીનો જન સંપર્ક કાર્યક્રમ કેવો ચાલી રહ્યો છે. અમે તેમને આ અંગે જાણ કરી હતી.

જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા હતા. ત્યાંથી બે દિવસના પ્રવાસે ઇજિપ્ત પહોંચ્યા. હવે 6 દિવસ પછી PM ભારત પરત ફર્યા છે. ભાજપે અમેરિકા અને ઈજિપ્તની મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે. PM એ અમેરિકામાં અનેક બિઝનેસ ડીલ કરી. ત્યાંના ઉદ્યોગપતિઓને મળ્યા અને રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. PM અહીં સ્ટેટ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં મોદીના સન્માનમાં સ્ટેટ ડિનર અને સ્ટેટ લંચનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, બીજેપી અધ્યક્ષ નડ્ડા, દિલ્હીમાં પાર્ટીના વડા વીરેન્દ્ર સચદેવા, સાંસદ હર્ષ વર્ધન, હંસરાજ હંસ, મનોજ તિવારી, ગૌતમ ગંભીર, પરવેશ શર્મા દ્વારા PM નું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM નું સ્વાગત કર્યા બાદ બીજેપી સાંસદ હંસરાજ હંસએ મીડિયાની સામે ગીત ગાયું. તેમણે વિપક્ષની બેઠક પર કહ્યું, વિપક્ષ જે ઈચ્છે તે કરે. PMની મુલાકાત પર દરેકે ગર્વ અનુભવવો જોઈએ. અમેરિકી સંસદમાં PM મોદીનું આ સન્માન આ પહેલા કોઈએ જોયું નથી.

PM મોદી 20 જૂને અમેરિકા પહોંચ્યા હતા

વડાપ્રધાન મોદી 20 જૂને અમેરિકાના પ્રવાસે ગયા હતા. તેણે બીજા દિવસે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન યુએન હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું. PM એ લગભગ 135 દેશોના પ્રતિનિધિઓ સાથે યોગ કર્યા. 22 જૂને PM મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા. મોદી અને જો બિડેને દ્વિપક્ષીય બેઠક બાદ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં PM એ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા. બાદમાં PM મોદીએ અમેરિકી સંસદના બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધિત કર્યા હતા. અહીં અમેરિકન સાંસદોએ મોદીનું સ્વાગત કર્યું અને ઉત્સાહિત જોવા મળ્યા.

ઇટ હાઉસ ખાતે સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી

22 જૂને મોદી વ્હાઇટ હાઉસમાં આયોજિત સ્ટેટ ડિનરમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેન દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, આનંદ મહિન્દ્રા સહિત 400 થી વધુ મહેમાનોને સ્ટેટ ડિનરમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. મોદી માટે શુદ્ધ શાકાહારી ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું.

Tags :
AmericaEgyptHans Raj HansIndiaJP NaddaMeenakshi LekhimodiNarendra ModiNationalpm modiworld
Next Article