Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શરદ પવારની હાજરીમાં  PM MODI ને મળશે લોકમાન્ય બાલ ગંગાધર તિલક રાષ્ટ્રીય પુરસ્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) ને આજે પુણેમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક રાષ્ટ્રીય પુરસ્કાર ( Lokmanya Bal Gangadhar Tilak National Award )થી સન્માનિત કરવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર (Sharad Pawar) પણ સ્ટેજ શેર કરશે....
શરદ પવારની હાજરીમાં  pm modi ને મળશે લોકમાન્ય બાલ ગંગાધર તિલક રાષ્ટ્રીય પુરસ્કાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) ને આજે પુણેમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક રાષ્ટ્રીય પુરસ્કાર ( Lokmanya Bal Gangadhar Tilak National Award )થી સન્માનિત કરવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર (Sharad Pawar) પણ સ્ટેજ શેર કરશે. આ અંગે મહા વિકાસ આઘાડી (MVA)ના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
તિલક સ્મારક મંદિર ટ્રસ્ટે શરદ પવારને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે
તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દર વર્ષે 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની પુણ્યતિથિએ આ એવોર્ડ આપે છે. આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માટે નોંધપાત્ર અને અસાધારણ કાર્ય કર્યું છે. વડાપ્રધાન મોદી આ એવોર્ડથી સન્માનિત થનાર 41મા વ્યક્તિ હશે. તિલક સ્મારક મંદિર ટ્રસ્ટે શરદ પવારને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે.

Advertisement

પીએમ દગડુશેઠ મંદિરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરશે
પુણે પહોંચ્યા બાદ પીએમ મોદી સૌથી પહેલા પ્રખ્યાત દગડુશેઠ મંદિરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરશે. જે બાદ વડાપ્રધાનને સવારે 11:45 કલાકે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. લોકમાન્ય તિલકના વારસાને માન આપવા માટે 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પીએમ મોદી પુણેમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. મોદી પુણે મેટ્રોના પ્રથમ તબક્કાના બે કોરિડોરના પૂર્ણ થયેલા વિભાગો પર સેવાઓના ઉદ્ઘાટન સમયે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ વિભાગ ફુગેવાડી સ્ટેશનથી સિવિલ કોર્ટ સ્ટેશન અને ગરવારે કોલેજ સ્ટેશનથી રૂબી હોલ ક્લિનિક સ્ટેશન સુધીનો છે. વડાપ્રધાને 2016માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.
સ્ટેજ શેર કરતા શરદ પવાર પર રાજનીતિ
NCPના વડા શરદ પવારે PM મોદીના સન્માન સમારોહમાં સ્ટેજ શેર કરવાને લઈને મહા વિકાસ આઘાડી (MVA)ની અંદર રાજકારણ ગરમાયું છે. શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું, શરદ પવારે મોદી સાથે સ્ટેજ શેર ન કરવો જોઈએ. તેનાથી વિપક્ષી એકતામાં ભ્રમ પેદા થશે. MVA નેતાઓએ તેમને કાર્યક્રમમાં ન આવવા વિનંતી કરી હતી પરંતુ શરદ પવારે એવોર્ડ સમારોહમાં હાજરી આપવાનો નિર્ણય કર્યો છે. NCP સાંસદ વંદન ચવ્હાણે કહ્યું કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. તેથી જ તેમનું સન્માન કરવું જોઈએ.
Tags :
Advertisement

.