Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીના આગમન પર Lotte New York Palace ખાતે ભારતીય સમુદાય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે અમેરિકા (USA) પહોંચ્યા હતા. તેમનું વિમાન ન્યૂયોર્ક (New York) ના જ્હોન એફ કેનેડી (જેએફકે એરપોર્ટ) પર ઉતર્યું. જ્યાં અમેરિકાના ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં...
12:20 AM Jun 21, 2023 IST | Hardik Shah

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે અમેરિકા (USA) પહોંચ્યા હતા. તેમનું વિમાન ન્યૂયોર્ક (New York) ના જ્હોન એફ કેનેડી (જેએફકે એરપોર્ટ) પર ઉતર્યું. જ્યાં અમેરિકાના ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના લોકો પણ પહોંચ્યા હતા. લોકોએ ભારત માતા કી જય અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

PM મોદીનું ભવ્ય સ્વાગત

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ન્યૂયોર્ક પહોંચ્યા બાદ એરપોર્ટની બહાર ભારતીય મૂળના લોકો મોદીનું સ્વાગત કર્યું હતું. PM નું વિમાન જોન એફ કેનેડી એરપોર્ટ પર લેન્ડ થયું. ન્યૂયોર્ક પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું, "ન્યૂયોર્ક સિટી પહોંચી ગયા છીએ. ઘણા નેતાઓ સાથેની મુલાકાત અને આવતીકાલે 21 જૂને અહીં યોગ દિવસના કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છીએ." જણાવી દઇએ કે, ન્યૂયોર્કમાં અમેરિકા પહોંચતા ભારતીય સમુદાયના લોકોએ વડાપ્રધાન મોદીનું જોરદાર સ્વાગત કર્યું હતું. NRIs 'મોદી-મોદી' ના નારા લગાવે છે કારણ કે તેઓ PM મોદીના ન્યૂયોર્કમાં આગમનની રાહ જોઈ રહ્યા છે.

જેકેટ પર વડાપ્રધાન મોદીની તસવીર

વિદેશી ભારતીય સમુદાયના મિનેશ સી પટેલે તેમના જેકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છાપેલી છે. તેમણે જેકેટ પહેર્યું છે અને તેના પર વડાપ્રધાનશ્રી મોદીની તસવીર જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે આ જેકેટ 2015માં ગુજરાત દિવસ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. અમારી પાસે આવા 26 જેકેટ્સ છે અને તેમાંથી ચાર આજે અહીં છે.

વ્હાઇટ હાઉસ માટે મોટું અઠવાડિયું

જ્હોન કિર્બીએ કહ્યું કે, વ્હાઇટ હાઉસમાં આ એક મોટું અઠવાડિયું છે. આ મુલાકાત અમારા બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને પુનઃપુષ્ટ કરશે અને અમારી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ લઈ જશે. ભારતીયો સાથે, અમે સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિશ્વાસ કરીએ છીએ, તેથી અમારા સંરક્ષણ સહયોગમાં સુધારો કરવાની જરૂર છે.

મોદી ન્યૂયોર્કની હોટલમાં ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરશે

PM મોદી બપોરે 12 વાગ્યાની આસપાસ લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટલ પહોંચશે અને અહીં 10 થી વધુ અલગ-અલગ મહત્વની બેઠકો કરશે. આ હોટલમાં કેટલીક બિઝનેસ મીટિંગ્સ પણ યોજાવાની છે. PM મોદીના આગમન પહેલા આ હોટલમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી માટે હોટલને શણગારવામાં આવી રહી છે.

PM મોદી ન્યૂયોર્કની હોટલ પહોંચ્યા

'ભારત માતા કી જય' ના નારાઓ વચ્ચે, PM મોદી તેમની યુએસ મુલાકાતના પ્રથમ તબક્કાની શરૂઆત કરતી વખતે ન્યૂયોર્કની લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટલ પહોંચ્યા છે. હોટલની બહાર લોકોની ભીડ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી હોટલની બહાર અને અંદર ભારતીયોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા.

મોદી ન્યૂયોર્કથી વોશિંગ્ટન જશે

PM મોદી ન્યૂયોર્કના કાર્યક્રમ પછી વોશિંગ્ટન ડીસી જશે, જ્યાં 22 જૂને વ્હાઇટ હાઉસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને ઉચ્ચ સ્તરીય સંવાદ ચાલુ રાખવા માટે રાષ્ટ્રપતિ બાઈડેનને મળશે.

આ દિગ્ગજો સાથે PM કરશે મુલાકાત

ન્યૂયોર્કની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાનશ્રી મોદી આજે સીઈઓ, નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યમીઓ, શિક્ષણવિદો, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોને મળશે. પ્રધાનમંત્રી 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. PM મોદી 22 જૂનથી અમેરિકાના સ્ટેટ ગેસ્ટ બનશે. વડાપ્રધાનશ્રી મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે.

આ પણ વાંચો - વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા NEW YORK, ભારતીયો લગાવી રહ્યા છે મોદી મોદીના નારા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Indian CommunityLotte New York PalaceModi Modi sloganspm modiPM Modi in New YorkPM Modi in USAPM Modi reached New York
Next Article