PM મોદીએ એન્થોની અલ્બનીઝ સાથે ઓપેરા હાઉસની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસની મુલાકાત લીધી હતી.
PM મોદીને મળ્યા બાદ બિઝનેસ લીડર્સે શું કહ્યું?
વાઈસટેક ગ્લોબલના સીઈઓ-ફાઉન્ડર રિચાર્ડ વ્હાઇટે પીએમ મોદી સાથે બિઝનેસ લીડર્સની રાઉન્ડ ટેબલ મીટિંગ કરી હતી. આ પછી તેમણે કહ્યું કે, મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એક ઉજ્જળ ભવિષ્ય છે. પીએમ ખૂબ જ સારા સ્વભાવના છે અને અમને ખાતરી આપી કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મજબૂત ભાવિ સંબંધ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો T20 મોડમાં આવ્યા : PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો T20 મોડમાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય બે દેશો વચ્ચે સેતુ સમાન છે. વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ આગામી દાયકામાં બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરી હતી
આપણ વાંચો -રશિયાએ ભારતને આપી ધમકી!, જો FATF ની લીસ્ટમાં નામ આવશે તો સંબંધોનો થશે અંત…