Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Varanasi Visit: પ્રધાનમંત્રી આજે વારાણસીના પ્રવાસે, 13 હજાર કરોડની આપશે ભેટ

PM Modi Varanasi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે ગુજરાતથી સીધા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. અહીં આજે તેઓ ઘણા વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરશે. પીએમ મોદી જ્યારે વાતપુર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સીએમ યોગી, ભાજપ યુપી અધ્યક્ષ ભૂપેન્દ્ર...
pm modi varanasi visit  પ્રધાનમંત્રી આજે વારાણસીના પ્રવાસે  13 હજાર કરોડની આપશે ભેટ
Advertisement

PM Modi Varanasi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે ગુજરાતથી સીધા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. અહીં આજે તેઓ ઘણા વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરશે. પીએમ મોદી જ્યારે વાતપુર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સીએમ યોગી, ભાજપ યુપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. તે પછી તેણે રોડ શો પણ કર્યો, જે દરમિયાન ઘણી જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

Advertisement

જ્યારે પીએમ મોદીનો કાફલો બનારસ લોકમોટિવ વર્કશોપના ગેસ્ટહાઉસ તરફ આગળ વધ્યો, ત્યારે તેમના વાહનોનો કાફલો શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડ પર થંભી ગયો, જ્યાંથી પીએમ મોદીએ ફોર લેનનું નિરીક્ષણ કર્યું. પીએમ મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. થોડીવાર રસ્તા પર લટાર માર્યા બાદ પીએમ મોદી રાત્રે BLW ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા.

Advertisement

પ્રધાનમંત્રી જે ફોરલેનનું નિરિક્ષણ કર્યુ હતું, તે પુલનું થોડા સમય પહેલા જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આના કારણે શહેરમાં દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ઘણી સુવિધા મળી રહીં છે. ઉલ્લેખની છે કે, આ જાણકારી ખુદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયમ મીડિયા દ્વારા જાણકારી આપી હતી.

Advertisement

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, તેઓ વારાણસીમાં બનાસ ડેરી કાશી કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સહિત અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત રવિદાસ જયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં પણ સંત ભાગ લેશે. આ દરમિયાન સંત રવિદાસની પ્રતિમા, સંગ્રહાલય અને ઉદ્યાનનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.

13 હજાર કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાણકારી આપી હતી કે, વારાણસીને 13 હજાર કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન પીએમ મોદી કરવાના છે. તેમણે કહ્યું કે, ‘ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના વિઝનને આકાર આપવા માટે નિશ્રય સાથેકામ કરી રહ્યા છે. જ શ્રેણીમાં, તેઓ આવતીકાલે વારાણસી જિલ્લામાં રૂ. 13,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ જન કલ્યાણ વિકાસ પ્રોજેક્ટોની ભેટ આપવા આવી રહ્યા છે. શિક્ષણ, રસ્તા, ઉદ્યોગ, પર્યટન, કાપડ અને આરોગ્ય ક્ષેત્રો સાથે સંબંધિત આ પ્રોજેક્ટ્સ 'વિકસિત ભારત'ના 'વિકસિત ઉત્તર પ્રદેશ'ના ખ્યાલને સિદ્ધ કરવામાં અત્યંત મદદરૂપ થશે.

આ પણ વાંચો: Lasya Nandita: BRS ના ધારાસભ્ય લસ્યા નંદિતાને નડ્યો અકસ્માત, સારવાર દરમિયાન થયું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×