PM Modi US Visit : પીએમ મોદી વોશિંગ્ટન પહોંચ્યા, વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની અમેરિકાની મુલાકાતે છે
- યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત અને વાતચીત કરશે
- બંને નેતાઓ ભારતમાં સ્ટારલિંકના પ્રવેશ અંગે ચર્ચા કરી શકે છે
PM Modi America Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની અમેરિકાની મુલાકાતે છે, જ્યાં તેઓ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત અને વાતચીત કરશે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે, ખાસ કરીને વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહયોગ જેવા ક્ષેત્રોમાં. આ ઉપરાંત આતંકવાદ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, ચીન, H1B વિઝા અને ગેંગસ્ટર જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી પીએમ મોદીની આ પહેલી યુએસ મુલાકાત છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
Landed in Washington DC a short while ago. Looking forward to meeting @POTUS Donald Trump and building upon the India-USA Comprehensive Global Strategic Partnership. Our nations will keep working closely for the benefit of our people and for a better future for our planet.… pic.twitter.com/dDMun17fPq
— Narendra Modi (@narendramodi) February 13, 2025
બંને નેતાઓ ભારતમાં સ્ટારલિંકના પ્રવેશ અંગે ચર્ચા કરી શકે છે
દરમિયાન, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે બુધવારે પુષ્ટિ આપી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં પારસ્પરિક ટેરિફ યોજનાની જાહેરાત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ટ્રમ્પ સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા એલોન મસ્કને પણ મળી શકે છે. આ બેઠક દરમિયાન, બંને નેતાઓ ભારતમાં સ્ટારલિંકના પ્રવેશ અંગે ચર્ચા કરી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકો પીએમ મોદીની આ મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. વોશિંગ્ટન ડીસીમાં લોકો પીએમનું સ્વાગત કરવા માટે એકઠા થઈ રહ્યા છે અને 'વંદે માતરમ અને ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યા છે.
#WATCH | Washington, DC: Prime Minister Narendra Modi arrives at Blair House and greets the Indian diaspora gathered there.
(Video - ANI/DD) pic.twitter.com/q5tEhQtV9W
— ANI (@ANI) February 12, 2025
પીએમએ વોશિંગ્ટન એરપોર્ટની તસવીરો શેર કરી
પીએમએ વોશિંગ્ટન એરપોર્ટની તસવીરો શેર કરી અને ટ્વિટર પર લખ્યું, 'હું થોડા સમય પહેલા જ વોશિંગ્ટન ડીસી પહોંચ્યો છું. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અને ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આતુર છું. આપણા દેશો આપણા લોકોના હિત અને આપણા સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રખાશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન એરપોર્ટથી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસ પહોંચ્યા છે. આ સમય દરમિયાન તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
આ પણ વાંચો: Love Rashifal 13 Feb 2025: આ રાશિઓ માટે આજનો દિવસ ખાસ રહેશે, જીવનસાથી તરફથી મળશે પ્રેમ