Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi UAE Visit: PM મોદી ફ્રાંસની મુલાકાત પૂરી કરીને UAE જવા રવાના, આજે રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ સંયુક્ત અરબ અમીરાત જવા રવાના થયા છે. UAEની તેમની મુલાકાત દરમિયાન PM મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત...
pm modi uae visit  pm મોદી ફ્રાંસની મુલાકાત પૂરી કરીને uae જવા રવાના  આજે રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ સંયુક્ત અરબ અમીરાત જવા રવાના થયા છે. UAEની તેમની મુલાકાત દરમિયાન PM મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે ઉર્જા, ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રો પર વાતચીત કરશે. આ સિવાય બંને નેતાઓ ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.

Advertisement

Image previewતમને જણાવી દઈએ કે પીએમ મોદીની UAE મુલાકાત સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ હેઠળ COP-28ની અધ્યક્ષતામાં અને G-20 જૂથની ભારતની અધ્યક્ષતામાં વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ પર ચર્ચા કરવાની તક પણ પ્રદાન કરશે. સંયુક્ત અરબ અમીરાતનો G-20 જૂથમાં ખાસ આમંત્રિત તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

Image previewપીએમ મોદી અબુધાબી જવા રવાના

અગાઉ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું હતું કે ભારત-ફ્રાન્સના સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરનારી સફળ મુલાકાત બાદ પીએમ મોદીએ ફ્રાંસને વિદાય આપી અને હવે તેમની મુલાકાતના આગલા તબક્કા માટે અબુ ધાબી જશે.

Advertisement

વેપાર અને રોકાણ કેન્દ્રિત રહેશે પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત અંગે મીડિયા સાથે વાત કરતા UAEમાં ભારતના રાજદૂત સંજય સુધીરે કહ્યું કે બંને દેશો વચ્ચે ખાસ સંબંધ છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની મુલાકાત વેપાર અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

UAE ભારતનું રાજદ્વારી ભાગીદાર બન્યું

જણાવી દઈએ કે પીએમ મોદીનું પદ સંભાળ્યા બાદ બંને નેતાઓ અત્યાર સુધી ઘણી વખત મળ્યા છે. પીએમ મોદીએ 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી. 34 વર્ષ બાદ UAEની મુલાકાત લેનારા તેઓ પ્રથમ વડાપ્રધાન હતા. PM મોદીના કાર્યકાળમાં UAE અને ભારતની મિત્રતા નવી ઊંચાઈએ પહોંચી છે. UAE પશ્ચિમ એશિયામાં ભારતનું મહત્વનું રાજદ્વારી ભાગીદાર બની ગયું છે.

Advertisement

આ પણ  વાંચો -આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને ફ્રાન્સ હંમેશા સાથે રહ્યાં : PM MODI

Tags :
Advertisement

.