Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI ને મળ્યું ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન 

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત બાદ શનિવારે ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા. તેમણે રવિવારે હેલિયોપોલિસ વોર મેમોરિયલ અને અલ હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી. પીએમની આ બે દિવસીય મુલાકાતમાં આજે તેમને ઇજિપ્તના સર્વોચ્ચ રાજકિય સન્માન 'ઓર્ડર ઓફ ધ...
pm modi ને મળ્યું ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત બાદ શનિવારે ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા. તેમણે રવિવારે હેલિયોપોલિસ વોર મેમોરિયલ અને અલ હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી. પીએમની આ બે દિવસીય મુલાકાતમાં આજે તેમને ઇજિપ્તના સર્વોચ્ચ રાજકિય સન્માન 'ઓર્ડર ઓફ ધ નાઇલ'  એનાયત કરાયું હતું.
ઇજિપ્તનું સર્વોચ્ચ રાજ્ય સન્માન
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ કૈરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ઓર્ડર ઓફ ધ નાઇલ' એવોર્ડ એનાયત કર્યો હતો. 'ઓર્ડર ઓફ ધ નાઇલ' ઇજિપ્તનું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે.

Advertisement

દ્વિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર
પીએમ નરેન્દ્ર મોદીએ કૈરોમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે મુલાકાત કરી હતી. આ સમયગાળા દરમિયાન અનેક દ્વિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
હેલિયોપોલિસ વોર મેમોરિયલની મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઇજિપ્તના કૈરોમાં હેલિયોપોલિસ વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી. હેલિયાપોલિસ વોર મેમોરિયલ ભારત માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા લગભગ ચાર હજાર સૈનિકોની શૌર્યગાથાઓ આજે પણ આ યુદ્ધ સ્મારક પર નોંધાયેલી છે. પીએમ મોદીએ પણ આ શહીદોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
અલ હકીમ મસ્જિદની મુલાકાત
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈજિપ્તના કૈરોમાં આવેલી ઐતિહાસિક અલ હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી.
Tags :
Advertisement

.