Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UN મુખ્યાલય પહોંચી PM મોદીએ વિશ્વને આપ્યો આ સંદેશ

આજે સમગ્ર વિશ્વમાં 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયથી યોગ સત્રનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. વિશ્વભરમાં યોગ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી...
un મુખ્યાલય પહોંચી pm મોદીએ વિશ્વને આપ્યો આ સંદેશ

આજે સમગ્ર વિશ્વમાં 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયથી યોગ સત્રનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. વિશ્વભરમાં યોગ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

PM મોદીએ યોગ કરતા પહેલા વિશ્વને શું આપ્યો સંદેશ ?

યોગ કાર્યક્રમ પહેલા વડાપ્રધાન મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉન પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું તમને બધાને જોઈને ખુશ છું અને અહીં આવવા બદલ તમારો આભાર માનું છું. મને કહેવામાં આવ્યું છે કે, આજે અહીં લગભગ દરેક રાષ્ટ્રીયતાનું પ્રતિનિધિત્વ થાય છે. યોગ એટલે જોડાવું, તેથી યોગ માટે તમે એક સાથે આવી રહ્યા છો. વડાપ્રધાન મોદીએ કહ્યું, યોગ ભારતમાંથી આવ્યો છે અને તે ખૂબ જૂની પરંપરા છે. યોગ કોપીરાઈટ, પેટન્ટ અને રોયલ્ટીથી મુક્ત છે. યોગ તમારી ઉંમર, લિંગ અને ફિટનેસ સ્તરને અનુરૂપ છે. યોગ પોર્ટેબલ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગયા વર્ષે સમગ્ર વિશ્વ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપવા માટે એકસાથે આવ્યું હતું. સમગ્ર વિશ્વ ફરી એકવાર યોગ માટે એકસાથે આવવું એ અદ્ભુત છે.

Advertisement

ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ જાણો શું કહે છે?

Advertisement

આ #InternationalYogaDay એ આપણા માટે માનવજાત અને વિશ્વભરના તમામ જીવો માટે ઊભા રહેવાનું આહવાન છે. મને અહીં આવવાનો ગર્વ છે અને આ શહેરનું પ્રતીકાત્મક રીતે પ્રતિનિધિત્વ કરવાનો મને ગર્વ છે. ઇન્ટરનેશનલ યોગ ડે એ એક આંતરરાષ્ટ્રીય કોલ ટુ એક્શન છે કે આપણે અહીં ન્યૂયોર્ક સિટીમાં લીડર બનીએ કારણ કે તમે તમારા પોતાના વાતાવરણમાં લીડર છો...”

USA એક્ટર રિચર્ડ ગેર PM મોદીના યોગ દિવસ કાર્યક્રમમાં પહોંચ્યા

અમેરિકન અભિનેતા રિચાર્ડ ગેરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય પહોંચ્યા. તેમણે કહ્યું, "...આજે અહીં આવીને ખૂબ જ સારું લાગે છે."

PM મોદી યુએન હેડક્વાર્ટરથી યોગ સત્રનું નેતૃત્વ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ પર યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસનો સંદેશ શેર કર્યો હતો અને ટ્વીટ કર્યું હતું કે, હું યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે સંપૂર્ણ રીતે સંમત છું. યોગ દિવસ આપણને બધાને નજીક લાવે છે અને આપણા ગ્રહનું સ્વાસ્થ્ય સુધારે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસની ઉજવણી વર્ષ 2015થી શરૂ થઈ હતી. 21 જૂન 2015ના રોજ સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

યુએન હેડક્વાર્ટર પહોંચ્યા બાદ PM મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન હેડક્વાર્ટર પહોંચી ગયા છે. વડાપ્રધાન અહીં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. PM મોદીએ અહીં પહોંચ્યા બાદ સૌથી પહેલા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

વિદેશીઓએ શું કહ્યું?

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, યોગ લોકોને એક કરે છે, સામાન્ય માનવતાને ઉજાગર કરે છે. તે દર્શાવે છે કે આપણા મતભેદો હોવા છતાં આપણે એક છીએ.

UNGA ના પ્રમુખ સબા કોરોસીએ જણાવ્યું હતું કે યોગ આપણા શારીરિક કાર્યને પરિવર્તિત કરે છે પરંતુ તે આપણામાં વિવિધ માનસિક અને બૌદ્ધિક પ્રભાવને જાગૃત કરી શકે છે. હું યોગનો ચાહક રહ્યો છું. આપણા વિશ્વને સંતુલન અને આત્મ-નિયંત્રણની જરૂર છે. આ પ્રાપ્ત કરવાનો એક માર્ગ યોગ છે.

ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેમણે યોગ દિવસ પર એક વીડિયો સંદેશ જાહેર કરીને ભારતીયોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના યોગ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ પછી તેઓ બુધવારે સાંજે રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળશે. PM મોદીનો મેગા શો તેમની મુલાકાતના છેલ્લા દિવસે એટલે કે 23 જૂને થશે. મોદીનો કાર્યક્રમ 23 જૂને સાંજે 7 થી 9 (સ્થાનિક સમય) સુધી બે કલાકનો રહેશે. 23 જૂને વડાપ્રધાન મોદી યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ દ્વારા આયોજિત લંચમાં હાજરી આપશે. 24 જૂને વડાપ્રધાન મોદી ઈજીપ્તના કૈરો જવા રવાના થશે.

આ પણ વાંચો - સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉન પર લાગ્યા ‘ભારત માતા કી જય’ અને મોદી-મોદીના નારા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.