PM મોદીએ અમેરિકન NSA જેક સુલિવાન સાથે કરી મુલાકાત, અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા...
PM નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે મુલાકાત કરી હતી. આ જાણકારી તેમણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ભારત વૈશ્વિક સંબંધો અને અમેરિકા સાથે તેની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. આ પહેલા PM મોદીએ G7 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ મુલાકાત કરી હતી.
PM Narendra Modi tweets, "Met US National Security Advisor Jake Sullivan. India is committed to further strengthen the India-US Comprehensive Global Strategic Partnership for global good." pic.twitter.com/HLudKuwtwe
— ANI (@ANI) June 17, 2024
તમને જણાવી દઈએ કે, સુલિવાન બે દિવસની મુલાકાતે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા છે. PM મોદી સતત ત્રીજી વખત PM બન્યા બાદ અમેરિકાના વરિષ્ઠ અધિકારીની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ પ્રવાસ પર આવ્યા બાદ તેઓ પ્રથમ વખત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યા હતા. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી.
PHOTO | US National Security Advisor Jake Sullivan and NSA Ajit Doval meeting in Delhi. pic.twitter.com/YTxi5pSsHg
— Press Trust of India (@PTI_News) June 17, 2024
મળતી જાણકારી અનુસાર, અમેરિકન NSA એ અજિત ડોભાલ સાથે લાંબી બેઠકમાં iCET પર ચર્ચા કરી છે. સુલિવાનની સાથે અમેરિકી સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના નેતાઓ પણ ભારત પહોંચ્યા છે.
Delighted to welcome US NSA @JakeSullivan46 in New Delhi today morning.
A comprehensive discussion on a broad range of bilateral, regional and global issues.
Confident that India-US strategic partnership will continue to advance strongly in our new term.
🇮🇳 🇺🇸 pic.twitter.com/daqbE466bF
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 17, 2024
iCET પર ચર્ચા કરાઈ...
iCET ને ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નોલોજી પર પહેલ કરવામાં આવે છે. જેનો અર્થ મહત્વની અને ઉભરતી ટેક્નોલોજી છે. આ પહેલા હેઠળ બંને દેશો વચ્ચે ટેકનોલોજીની આપ-લે થાય છે. જેની દેખરેખ બંને દેશોના NSA કરે છે. આ પહેલની જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને PM મોદીએ મે 2022 માં કરી હતી. પ્રથમ લોન્ચ 2023 માં કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ટેક્નોલોજી માટે 6 ક્ષેત્રોની પસંદગી કરવામાં આવી હતી. બંને દેશો આ પહેલા પર સાથે મળીને કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : MP : શિવરાજ સિંહ ચૌહાણે બુધની વિધાનસભામાંથી રાજીનામું આપ્યું, જનતાને કરી અપીલ… Video
આ પણ વાંચો : Meeting on Manipur : મણિપુર હિંસાને લઈને અમિત શાહની હાઈલેવલ બેઠક, RSS ના વડાએ કહ્યું…
આ પણ વાંચો : Congress : રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભા પેટાચૂંટણી લડશે…