Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું Russia Ukraine War માં ભારત બનશે મધ્યસ્થી? Zelenskyy સાથેની મુલાકાતમાં શું બોલ્યા PM મોદી

જાપાનના હિરોશિમામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યૂક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેન્સ્કીની (Volodymyr Zelenskyy) મુલાકાત થઈ. આ દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીને કહ્યું ક યુદ્ધની અસર પુરી દુનિયા પર પડી રહી છે. આ...
શું russia ukraine war માં ભારત બનશે મધ્યસ્થી  zelenskyy સાથેની મુલાકાતમાં શું બોલ્યા pm મોદી

જાપાનના હિરોશિમામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યૂક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેન્સ્કીની (Volodymyr Zelenskyy) મુલાકાત થઈ. આ દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીને કહ્યું ક યુદ્ધની અસર પુરી દુનિયા પર પડી રહી છે. આ દરમિયાન જેલેન્સ્કીએ યુદ્ધની સ્થિતિની જાણકારી આપી.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં G7 શિખર સમ્મેલનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેન્સકી (Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી. તે પહેલા આજે વડાપ્રધાન મોદીએ જાપાનના PM ફુમિયો કિશિદા (Fumio Kishida), ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએસ મૈક્રો (Emmanuel Macron) અને વિયેતનામના વડાપ્રધાન ફામ મિન્હ ચિન્હ (Phạm Minh Chính) સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. ભારત અને યુક્રેનના સિનિયર ડિપ્લોમેટ્સ સાથે વિચાર-વિમર્શ બાદ વડાપ્રધાન મોદી (Narendra Modi) અને ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy) વચ્ચે બેઠક નિર્ધારિત થઈ હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી રૂબરૂ બેઠક હતી.

PM Modi એ શું કહ્યું?

Advertisement

Zelenskyy સાથેની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ યૂક્રેન યુદ્ધ દુનિયામાં એક મોટો મુદ્દો છે. હું તેને માત્ર અર્થવ્યવસ્થા કે રાજનીતિનો મુદ્દો નથી માનતો. મારા માટે આ માનવતાનો મુદ્દો છે. ભારત અને હું યુદ્ધના સમાધાન માટે જે પણ કંઈ કરી શકીશું તે બધુ કરીશું.

કુટનૈતિક સમાધાન જ ઉકેલ!

Advertisement

ભારતે આ સંઘર્ષ માટે એક કુટનૈતિક સમાધાનની માંગ કરી છે જ્યારે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) હળવી ટિકા તરીકે જોવામાં આવેલી ટિપ્પણીમાં તેમણે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે વર્તમાન યુગ "યુદ્ધનો યુગ નથી"

G7 સમ્મેલનથી ઈતર મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 3 દેશના પ્રવાસના પહેલા તબક્કામાં G7 ગૃપના વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે શુક્રવારે હિરોશિમા પહોંચ્ય તે બાદ તેઓ પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયા પણ જશે. G7 સમુહના હાલના અધ્યક્ષ જાપાનના નિમંત્રણ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ પણ આ શિખર સમ્મેલનમાં ભાગ લઈ રહ્યાં છે. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા પરિષદના સચિવવ ઓલેક્સી ડેનિલોવે ખુલાસો કર્યો હતો કે જેલેન્સ્કી જાપાનમાં આયોજીત શિખર સમ્મેલનમાં ભાગ લેશે. આ પહેલા તેમના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થવાની વિગત છે.

શું ભારત મધ્યસ્થી બનશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેલેન્સ્કી સાથે મુલાકાત બાદ સવાલ થઈ રહ્યાં છે કે શું ભારત રશિયા-યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવશે. ભારત તરફથી સત્તાવારરીતે કંઈ પણ નથી કહેવામાં આવ્યું. યૂક્રેન યુદ્ધમાં ભારત પરોક્ષ રીતે રશિયાનું સમર્થન કરી રહ્યું છે. જોકે ખુલીને સમર્થન પણ નથી કર્યું. ભારતના યૂક્રેન સાથે પણ સારા સંબંધ છે એવામાં જો ભારત ઈચ્છે તો બંને પક્ષોને શાંતિવાર્તા કરાવી શકે છે.

ભારતનું વલણ સ્પષ્ટ

જ્યારથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે-સાથે જેલેન્સ્કી સાથે પણ ઘણી વખત વાતચીત કરી છે. ગત વર્ષે 4 ઓક્ટોબરના રોજ જેલેન્સ્કી સાથે એક ફોન પર વાતચીતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોઈ પણ વિવાદનું કોઈ સૈન્ય સમાધાન હોઈ શકે નહી. તેમણે એ પણ કહ્યું હતું કે ભારત કોઈ પણ શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે. વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સામે પણ તે કહ્યું હતું કે આ સમય યુદ્ધનો નથી. તેમના આ નિવેદનનો પડઘો સમગ્ર દુનિયામાં પડ્યો હતો.

આ પણ વાંચો : PM મોદી G7 સમિટમાં અનેક વૈશ્વિક નેતાઓને મળ્યા, ચીનને આપ્યો આ કડક સંદેશો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.