PM Modi નો મકરસંક્રાંતિ પર ગાયો પ્રત્યેનો પ્રેમ, સોશિયલ મીડિયામાં ફોટોઝ વાયરલ
મકરસંક્રાંતિ, જેને સંક્રાંતિ પણ કહેવાય છે, તે એક તહેવાર છે જે સૂર્ય ભગવાનનું સન્માન કરે છે અને મકર રાશિમાં સૂર્યના આગમનને દર્શાવે છે.આ મહત્વપૂર્ણ તહેવાર પરંપરાઓ અને રિવાજો દરેક રાજ્યમાં અલગ-અલગ હોવા છતાં, હિન્દુઓ તેને દેશભરમાં ઉજવે છે.
આ પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના અવસર પર ગાયો પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. તેમણે પોતાના ઘરે ગાયોને ઘાસ ખવડાવ્યું છે, જેની તસવીરો પણ સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અગાઉ, તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં રાજ્યમંત્રી એલ મુરુગનના ઘરે પોંગલ ઉત્સવમાં ભાગ લીધો હતો. PM મોદી દિલ્હીમાં પોંગલ 2024 ઉજવણીમાં હાજરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પોંગલ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો : Delhi માં આવતીકાલથી શાળાઓ ખુલશે, સમયને લઈને આવ્યું આ મોટું અપડેટ…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ