Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમારી સરકારે મોંઘવારીને કાબુમાં રાખી : PM MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) આજે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ ગુરુવારે સાંજે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું.  વડાપ્રધાને સૌરાષ્ટ્રવાસીઓને 2 હજાર કરોડ કરતા વધુના વિકાસકામોની ભેટ આપી  છે. વડાપ્રધાને ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ...
અમારી સરકારે મોંઘવારીને કાબુમાં રાખી   pm modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) આજે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ ગુરુવારે સાંજે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું.  વડાપ્રધાને સૌરાષ્ટ્રવાસીઓને 2 હજાર કરોડ કરતા વધુના વિકાસકામોની ભેટ આપી  છે. વડાપ્રધાને ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટને ખુલ્લુ મુક્યું છે તથા સૌરાષ્ટ્રના પ્રથમ ડબલડેકર બ્રિજનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાજકોટના કાલાવડ રોડ પર KKV ચોક ઓવરબ્રિજનું પણ તેઓ લોકાર્પણ કર્યું અને સૌની યોજનાના ત્રીજા ફેઝના પ્રોજેક્ટનું પણ તેમના હસ્તે લોકાર્પણ થયું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  તથા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદીત્યસિંહ સિંધીયા પણ હાજર હતા તથા તેમની સાથે સૌરાષ્ટ્રના ધારાસભ્યો, સાંસદો તથા રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપના આગેવાનો પણ હાજર હતા.
વિપક્ષ પર કર્યા પ્રહાર
વડાપ્રધાને કહ્યું કે રેરા ફાયદો આવવાથી લોકોને ફાયદો થયો છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે દેશનો વિકાસ સહન થતો નથી તેથી જમાતે નામ બદલ્યું છે પણ ચહેરા એ જ છે. આ બધા એ જ લોકો છે પણ માત્ર ભેગા થઇને જમાતનું નામ બદલ્યું છે.
અમારી સરકારે મોંઘવારીને કાબુમાં રાખી
વડાપ્રધાને એમ પણ કહ્યું કે અમારી સરકારે મોંઘવારીને કાબુમાં રાખી છે. અને પુરી જવાબદારી સાથે મોંઘવારીને કાબુમાં કરતા આવ્યા છીએ અને કરતા રહીશું. આજે 7 લાખ રુપિયાના ટેક્ષ પર કોઇ આવક નથી. અમારી સરકાર ના હોત તો દૂધ 300 રુપિયે લિટર હોત અને દાળ 500 રુપિયે કિલો વેચાતી હોત. તેમણે એમ પણ કહ્યું કે 2014માં 1 જીબી ડેટા માટે 300 રુપિયા દેવા પડતા હતા જ્યારે હવે 20 જીબી માટે 300થી 400 રુપિયા દેવા પડે છે અને મોબાઇલમાં લોકોને દર મહિને 5 હજાર રુપિયા બચે છે.

Advertisement

હવે રાજકોટથી દેશની સાથે દુનિયાની સીધી ફ્લાઇટ મળશે.

વડાપ્રધાને કેમ છો તેમ કહીને સંબોધનની શરુઆત કરી હતી. તેમણે સંબોધનની શરુઆતમાં જ કુદરતી આફત અને તેનાથી થયેલા નુકશાનને લઇને સાંત્વના પાઠવી હતી. તેમણે કહ્યું કે કુદરતી આફત સામે સરકાર અને લોકોએ લડવાના તમામ પ્રયાસ કર્યા. રાજકોટની ઓળખ સૌરાષ્ટ્રના ગ્રોથ એન્જિન તરીકેની છે અને એમાં રહેલી એક કમી આજે પૂરી થઇ છે. હવે રાજકોટથી દેશની સાથે દુનિયાની સીધી ફ્લાઇટ મળશે. જેનાથી ઉદ્યોગોને મોટો ફાયદો થશે

Advertisement

Advertisement

વડાપ્રધાને 2017માં ભૂમિ પૂજન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાનશ્રીએ જ ચોટીલા પાસે આવેલા હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતું. હવે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના આર્થિક વિકાસની ઉડાનને નવી ગતિ આપનારા આ એરપોર્ટનું તેમના વરદહસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોમાં ઉત્સાહનો માહોલ છે.  વર્ષ ૨૦૧૭માં ભૂમિપૂજન બાદ નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે સમજૂતિ કરાર થયા હતા.
નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી ‘C’- ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે
આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી ‘C’- ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે, અને ભવિષ્યમાં ‘E’- ટાઇપ પ્લેન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો એરબસ એ-380, બોઇંગ 747 અને બોઇંગ 777 જેવા મોટા કદના વિમાનોની સેવાઓ મેળવી શકશે. એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને એમઆરઓ /હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે
ગ્રીનફિલ્ડ એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (A.I.P) ટેગ આપવામાં આવ્યું છે. આ ટેગ એરક્રાફ્ટના સંચાલન માટે ખૂબ મહત્વનો ગણાય છે. આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને ૮ ચેક-ઇન કાઉન્ટર્સ (ભવિષ્યમાં બીજા ૧૨ ચેક-ઇન કાઉન્ટર્સ બનાવવામાં આવશે) નો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે.  એર ટ્રાફિક કંટ્રોલર (A.T.C), ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત ૫૨૪ એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ બનાવવામાં આવી છે.  એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. આ ગેલેરી રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.
શું છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ?
ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ એટલે એવા એરપોર્ટ્સ જે શૂન્યમાંથી સર્જિત થયા હોય એટલે કે ગ્રાઉન્ડ ઝીરોમાંથી બનાવવામાં આવ્યા હોય. વિકાસ પ્રક્રિયાના ભાગ રૂપે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ ઘણીવાર પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં લે છે અને આસપાસના વાતાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ કરે છે.
95 ગામોની 52,398 એકર જમીન અને 98 હજારથી વધુ લોકોને થશે લાભ

SAUNI પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવેલ લિંક 3 પેકેજ 8 અને 9 થી સૌરાષ્ટ્રના 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે હવે નર્મદા નદીનું પાણી મળી શકશે.ઉલ્લેખનીય છે કે SAUNI પ્રોજેક્ટ અંતર્ગત લિંક-3ના પેકેજ 8 હેઠળ રૂ.265 કરોડના ખર્ચે ભાદર-1 અને વેરી બંધ સુધી 32.56 કિમી લંબાઈના 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે. તેનાથી 57 ગામોના 75,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 42,380 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.

Tags :
Advertisement

.