ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vibrant Gujarat 2024 : PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, ઉદ્યોગપતિ અને નેતાઓ સાથે કરશે બેઠક

ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024)ને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024)ને લઈ પીએમ મોદી (PM Modi) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું...
11:43 PM Jan 08, 2024 IST | Dhruv Parmar

ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024)ને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024)ને લઈ પીએમ મોદી (PM Modi) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ 9 જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામા આવ્યું છે. તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat 2024)નું ઉદ્ઘાટન કરશે.

ગ્લોબલ ટ્રેડ શોએ પણ વિશેષ આકર્ષણ ઊભું કર્યું

વાઈબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024) અંતર્ગત યોજાનાર ગ્લોબલ ટ્રેડ શોએ પણ વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. ટ્રેડ શોમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક્ઝિબિશન થશે. જેમાં 20 દેશોનો 1 હજારથી વધુ પ્રદર્શકો, 100 દેશ વિઝિટિગ પાર્ટનર અને 33 દેશ પાર્ટનર તરીકે ભાગ લેવાના છે.. જેમાં મેક ઈન ગુજરાત અને આત્મનિર્ભર ભારતના 13 જેટલા ખાસ સ્ટોલ હશે. તો ગુજરાતી કંપનીએ તૈયાર કરેલ AI આધારિત રોબોટનું ગુજરાત પેવેલિયનમાં નિદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ખુલ્લુ મુકશે

પ્રાપ્ત માહિતી મુજબ, PM Modi આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને (Vibrant Gujarat Summit) ખુલ્લુ મુકશે અને PM નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. PM Modi વાયબ્રન્ટ સમિટ (Vibrant Gujarat 2024)માં હાજર રહેનાર રાષ્ટ્રના પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે.PM મોદીના આગમનને લઈને સુરક્ષાની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. જેને લઈને સમગ્ર એરપોર્ટ પોલીસ છાવણીમાં ફરેવાયું છે. ત્યારે પીએમ મોદીનું સ્વાગત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે.

10 થી 12 જાન્યુઆરી દરમિયાન સમિટનું આયોજન કરવામાં આવશે

આ પછી, 9 જાન્યુઆરીએ, સવારે 9.30 વાગ્યાની આસપાસ, મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર પહોંચશે, જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, ત્યારબાદ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. પીએમઓએ કહ્યું કે તેઓ બપોરે 3 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. સમિટની 10મી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહી છે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે.

પીએમ મોદીનો કાર્યક્રમ

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ બનશે : આયોજક

Tags :
gandhingar newsGujaratGujarat summitGujarat summit guestsGujarat summit investmentGujarat summit updateIndiaindia investment pitchModi at Gujarat summitModi at Vibrant Gujarat summitmodi Gujarat visitNationalPM Modi Gujarat VisitsPM Modi investment pitchVibrant Gujarat SummitVibrant Gujarat Summit 2024
Next Article