Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODI એ કરી સુંદર પિચાઇ સાથે ખાસ વાતચીત, AI થી લઈને Google ના ભાવિ આયોજન સુધીની બાબતો પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વાતચીત કરી હતી. બંને વચ્ચે આ વાતચીત વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન થઈ હતી. Google CEO સાથેની બેઠક દરમિયાન, PM મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વિસ્તારવા માટે Googleની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી....
12:41 PM Oct 17, 2023 IST | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વાતચીત કરી હતી. બંને વચ્ચે આ વાતચીત વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન થઈ હતી. Google CEO સાથેની બેઠક દરમિયાન, PM મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વિસ્તારવા માટે Googleની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ સુંદર પિચાઈ પાસેથી ગૂગલની ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી લીધી.

ગૂગલને સુશાસન માટે AI ટૂલ્સ પર કામ કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં Chromebooks બનાવવા માટે HP સાથે Googleની ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે AI ટૂલ્સમાં ભારતીય ભાષાઓને સપોર્ટ કરવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે ટેક જાયન્ટ ગૂગલને સુશાસન માટે AI ટૂલ્સ પર કામ કરવાનું ચાલુ રાખવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

પીએમ મોદીએ આમંત્રણ આપ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૂગલની યોજનાને આવકારી છે જેમાં કંપનીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે વૈશ્વિક ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારત ડિસેમ્બર 2023માં AI સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. PM નરેન્દ્ર મોદીએ આ AI સમિટમાં હાજરી આપવા માટે Google CEO સુંદર પિચાઈને આમંત્રણ આપ્યું છે.

પિચાઈએ ગૂગલની યોજનાઓ વિશે માહિતી આપી

બીજી તરફ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ GPay અને UPIની શક્તિ અને પહોંચનો લાભ લઈને ભારતમાં Googleની આગામી યોજનાઓ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. તેમણે ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે ગૂગલ દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા નિર્ણયો અને ભવિષ્ય વિશે માહિતી આપી હતી. આ વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પિચાઈએ પીએમ મોદીની યુએસ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી.

આ પણ વાંચો---સ્કોડા સ્લાવિયાનું મેટ એડિશન લોન્ચ, ₹15.52 લાખની કિંમતથી શરુ

Tags :
AIgoogleNarendra Modisundar pichai
Next Article