Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi એ 3 જુલાઈએ બોલાવી મંત્રી પરિષદની બેઠક, કેબિનેટમાં ફેરબદલની અટકળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, જ્યાં સપ્ટેમ્બરમાં જી-20 સમિટ પણ યોજાવાની છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પીએમ મોદીએ બુધવારે કેન્દ્રીય મંત્રી અમિત...
pm modi એ 3 જુલાઈએ બોલાવી મંત્રી પરિષદની બેઠક  કેબિનેટમાં ફેરબદલની અટકળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, જ્યાં સપ્ટેમ્બરમાં જી-20 સમિટ પણ યોજાવાની છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પીએમ મોદીએ બુધવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે સરકાર અને ભાજપ સંગઠનમાં ફેરફારને લઈને ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પીએમ મોદીએ 3 જુલાઈએ બોલાવેલી બેઠક બાદ મંત્રી પરિષદમાં ઘણા ફેરફાર થઈ શકે છે.

Advertisement

ભાજપની બેઠક શા માટે યોજાઈ?

શાહ, નડ્ડા અને ભાજપ મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ બુધવારે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં સામેલ થયા હતા. માનવામાં આવે છે કે આ વર્ષના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશ, રાજસ્થાન છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે.

Advertisement

આ સિવાય 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ વાત થઈ છે. જો કે ભાજપે પીએમ મોદી સાથેની મુલાકાતને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.

અગાઉની બેઠક 6ઠ્ઠી જૂને મળી હતી

Advertisement

છેલ્લા કેટલાક દિવસોમાં, અમિત શાહ, નડ્ડા અને ભાજપ મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે સંગઠનાત્મક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચાના ઘણા રાઉન્ડ કર્યા છે. અગાઉ 6ઠ્ઠી જૂને બેઠક મળી હતી. જણાવી દઈએ કે સંસદના ચોમાસુ સત્રના થોડા દિવસો પહેલા મંત્રી પરિષદની બેઠક યોજાઈ રહી છે. જુલાઈના ત્રીજા સપ્તાહથી ચોમાસુ સત્ર શરૂ થવાની સંભાવના છે.

આપણ  વાંચો -PM MODI 1લી જુલાઈએ “રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-2047″નો પ્રારંભ કરાવશે

Tags :
Advertisement

.