કર્ણાટકની જીત પર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આપી શુભકામના, વાંચો શું કહ્યું
Karnataka Election Results 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ (Congress) માટે આશાની નવી કિરણ લઈને આવી છે. દક્ષિણ ભારતનો પ્રવેશ દ્વાર ગણાતા કર્ણાટકમાં (Karnataka) બહુમતિના આંકડાને પાર કરી ચુકી છે. દક્ષિણમાં આ જીત ઘણી મહત્વની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે કર્ણાટકની ચૂંટણીમાં શાનદાર જીત મેળવવા બદલ કોંગ્રેસને અભિનંદન અને લોકો આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમને શુભેચ્છા પાઠવી છે. તેમણે આ દક્ષિણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સમર્થન માટે આભાર માન્યો છે અને પાર્ટીના કાર્યકર્તાઓનો મહેનત માટે આભાર માન્યો.
વડાપ્રધાન મોદીએ કરેલા તબક્કાવાર બે ટ્વીટમાં લખ્યું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં (Karnataka Elections 2023) કોંગ્રેસ પાર્ટીની જીત બદલ અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે મારી તેમને શુભેચ્છાઓ.
જ્યારે અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, કર્ણાટક ચૂંટણીમાં જેમણે અમારું સમર્થન કર્યું છે તે તમામનો હું આભાર માનું છું. હું ભાજપના કાર્યકર્તાઓની મહેનતની પ્રશંસા કરું છું. આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ જોરશોરથી કરીશું.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. કોંગ્રેસે વ્યૂહરચના હેઠળ આ ચૂંટણી જીતી હતી. કોંગ્રેસે માત્ર સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી, પરંતુ ભ્રષ્ટાચારને પણ મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે.
આ પણ વાંચો : શા માટે કોંગ્રેસની જીતનો શ્રેય અપાઇ રહ્યો છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ?