Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીની સાઉદીના ક્રાઉન પ્રિંસ સાથે થઈ ટેલિફોનિક વાતચીત, આ મુદ્દે થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ (Saudi Crown Prince) મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ (Mohammed bin Salman bin Abdulaziz Al Saud) સાથે વાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ જાણકારી આપી. PM મોદીએ...
pm મોદીની સાઉદીના ક્રાઉન પ્રિંસ સાથે થઈ ટેલિફોનિક વાતચીત  આ  મુદ્દે થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ (Saudi Crown Prince) મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ (Mohammed bin Salman bin Abdulaziz Al Saud) સાથે વાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ જાણકારી આપી. PM મોદીએ એપ્રિલમાં સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા દરમિયાન સાઉદી અરેબિયાની (Saudi Arabia) મદદ માટે આભાર માન્યો હતો અને આગામી હજ યાત્રા માટે તેમની શુભેચ્છાઓ પણ આપી હતી.

Advertisement

  • PMO એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓની સમીક્ષા કરી હતી અને પરસ્પર હિતની વિવિધ બહુપક્ષીય અને વૈશ્વિક બાબતો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

આ મુદ્દે થઈ ચર્ચા

PMO ના નિવેદન પ્રમાણે વડા પ્રધાન મોદીએ એપ્રિલ 2023 માં સુદાનથી ભારતીય નાગરિકોને જેદ્દાહ થઈને બહાર કાઢવા દરમિયાન સાઉદી અરેબિયા દ્વારા પૂરા પાડવામાં આવેલ "ઉત્કૃષ્ટ સમર્થન" બદલ સાઉદી અરેબિયાના વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાનનો આભાર માન્યો હતો. આ સાથે વડાપ્રધાન મોદીએ આગામી હજ યાત્રા માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement

  • ઉલ્લેખનીય છે કે, સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે ભારત સરકારે ઓપરેશન કાવેરી હાથ ધર્યું હતું. જેના માટે ભારતે જેદ્દામાં એક પરિવહન સુવિધા કરી હતી. સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુદાનથી જેદ્દા લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ ભારત લવાયા હતા.

G20 મુદ્દે ચર્ચા

નિવેદન પ્રમાણે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને G20 ના અધ્યક્ષ તરીકે ભારત દ્વારા કરવામાં આવી રહેલી પહેલો પ્રત્યે પોતાનું પૂર્ણ સમર્થન કર્યું અને કહ્યું કે તેઓ પોતાની ભારત મુલાકાતને લઈને ઉત્સુક છે. તેમાં જણાવવામાં આવ્યું કે, બંને નેતાઓએ સંપર્કમાં રહેવા પર સહમતિ વ્યક્ત કરી.

Advertisement

આ પણ વાંચો : જાણો કોણ છે NIRMALA SITHARAMAN ના જમાઈ PRATIK DOSHI ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.