વિશ્વવિજેતા બન્યા બાદ રોહિત અને કોહલીને PM MODI એ કર્યો કોલ, કહી આ ખાસ વાત!
ઇતિહાસ રચાઇ ગયો છે, ભારત એક લાંબી રાહ જોયા બાદ વિશ્વવિજેતા બની ગયું છે. આખા દેશમાં જાણે એક અલગ જ ખુશીનો માહોલ જામ્યો છે. સામાન્ય વ્યક્તિથી લઈને વડાપ્રધાન મોદી સુધી, સૌ લોકો દેશ માટે કપ લાવનારા ખેલાડીઓને શુભેચ્છા આપી રહ્યા છે. ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. ટીમ ઈન્ડિયા માટે ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવામાં સફળ રહી છે. ત્યારે મેચ બાદ PM MODI એ ભારતીય ક્રિકેટ ટીમને કોલ કર્યો હતો. ચાલો જાણીએ કે પ્રધાનમંત્રીએ શું કહ્યું ભારતીય ટીમના CHAMPION પ્લેયર્સને
વર્ષ 2023 ના વિશ્વકપની ફાઇનલમાં જ્યારે ભારતીય ટીમની હાર થઈ હતી, તે સમય દરમિયાન PM MODI ભારતીય ટીમના ખેલાડીઓને સાંત્વના આપવા માટે ગયા હતા. તેઓ ટીમના ખરાબ સમય દરમિયાન ટીમની સાથે હતા, હવે ટીમ જ્યારે વિશ્વવિજેતા થઈ છે ત્યારે પણ વડાપ્રધાન મોદીએ ફોન કરીને ટીમના ખેલાડીઓને તેમની જીત બદલ શુભેચ્છા પાઠવી હતી.
ભારતીય ટીમના સાથે ફોન પર વાત કરતી વખતે, પીએમ મોદીએ રોહિત શર્માને તેમની શાનદાર કેપ્ટનશિપ માટે અભિનંદન આપ્યા અને વધુમાં રોહિતની T-20 કારકિર્દીની પ્રશંસા કરી છે. વધુમાં PM MODI એ ફાઇનલમાં વિરાટ કોહલીની ઇનિંગ અને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનની પ્રશંસા કરી છે.
વધુમાં ફાઇનલના બીજા એક હીરો હાર્દિક પંડયા અને સુર્યકુમાર યાદવની પણ તારીફ કરી હતી. PM MODI એ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને બાઉન્ડ્રી લાઇન પર સૂર્ય કુમાર યાદવના કેચના વખાણ કર્યા હતા. વધુમાં પીએમ મોદીએ પણ જસપ્રીત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારતીય ટીમના કોચ એવા રાહુલ દ્રવિડનો પણ ક્રિકેટમાં યોગદાન બદલ આભાર માન્યો હતો.
આ પણ વાંચો : ICC T20 WC : ‘અજેય’ ભારતીય ટીમે વિરાટ જીત સાથે બનાવ્યો આ ‘અવિશ્વસનીય’ રેકોર્ડ!