Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI પહોંચ્યા ફ્રાન્સ, આજે રાત્રે વિદેશી ભારતીયોને કરશે સંબોધન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરુવારે 2 દિવસના પ્રવાસે ફ્રાન્સ (France) પહોંચ્યા છે. તેમને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ એટલે કે બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચ્યા હતા. ઓર્લી...
pm modi પહોંચ્યા ફ્રાન્સ  આજે રાત્રે વિદેશી ભારતીયોને કરશે સંબોધન 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરુવારે 2 દિવસના પ્રવાસે ફ્રાન્સ (France) પહોંચ્યા છે. તેમને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ એટલે કે બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચ્યા હતા. ઓર્લી એરપોર્ટ પર ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. ઔપચારિક સ્વાગત બાદ પીએમ મોદી ફ્રાન્સના મંત્રીઓ અને નેતાઓને મળ્યા હતા. ફ્રાંસ પહોંચ્યા બાદ પીએમ મોદી રિસમાં લા સીએન મ્યુઝિકેલ ખાતે ડાયસ્પોરાને સંબોધિત કરશે. લા સીએન મ્યુઝિકેલ હાલમાં ભારતીય દૂતાવાસ અને સંસ્કૃતિ મંત્રાલય વતી નમસ્તે ફ્રાન્સ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. વિદેશી ભારતીયોને સંબોધન કર્યા બાદ પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)ના સત્તાવાર નિવાસ સ્થાન એલસી પેલેસ જશે. જ્યાં મેક્રોને તેમના માટે પ્રાઈવેટ ડિનર રાખ્યું છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.
ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ
પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ મોદી પહેલા, 2009 માં, મનમોહન સિંહ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા, જેમને બેસ્ટિલ ડેના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

Advertisement

ફ્રાન્સમાં પીએમ મોદીનું આજનું શેડ્યૂલ
  • પીએમ મોદી ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 7:30 વાગ્યે સેનેટ પહોંચશે અને સેનેટ પ્રમુખ ગેરાડ લાર્ચરને મળશે. PM મોદી લગભગ 8:45 વાગ્યે ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ન સાથે મુલાકાત કરશે.
  • PM મોદી લગભગ 11 વાગ્યે પ્રતિષ્ઠિત લા સીન મ્યુઝિકલમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કરશે.
  • મોડી રાત્રે 12:30 વાગ્યે, વડા પ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ખાનગી રાત્રિભોજન માટે એલિસી પેલેસ પહોંચશે.

PM મોદીનું  ફ્રાન્સ જતા પહેલા ટ્વિટ
ફ્રાંસ જતા પહેલા પોતાના સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે, "હું મારા મિત્ર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર 13 થી 14 જુલાઈ સુધી ફ્રાન્સની સરકારી મુલાકાતે જઈશ."  તેમણે કહ્યું આ યાત્રા એટલા માટે ખાસ છે કારણ કે મારે  ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ પર પેરિસમાં યોજાનારા સમારોહમાં વિશેષ અતિથી તરીકે હાજર રહેવાનું છે. ભારતની ત્રણેય સેવાઓની ટુકડીઓ પણ બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે, જ્યારે ભારતીય વાયુસેના આ પ્રસંગે ફ્લાય-પાસ્ટ કરશે.
14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ હશે
પીએમ મોદી 14 જુલાઈએ પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ હશે. તે જ દિવસે બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થશે. મેક્રોન લુવર મ્યુઝિયમના કૌર માર્લી સંકુલમાં પીએમ માટે ઔપચારિક રાત્રિભોજનનું આયોજન કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ પીએમ મોદીને પ્રખ્યાત મ્યુઝિયમના પ્રવાસે પણ લઈ જશે. આ પછી મોદી અને ઈમેન્યુઅલ મેક્રોન લૂવર મ્યુઝિયમની છત પરથી એફિલ ટાવર પર ફટાકડાની મજા માણશે. આ મુલાકાત દરમિયાન ટોચના ભારતીય સીઈઓનું એક બિઝનેસ ડેલિગેશન પણ વડાપ્રધાનની સાથે રહેશે.

Advertisement

ભારતને ફ્રાન્સ પાસેથી રાફેલ એમ ફાઈટર એરક્રાફ્ટ મળશે
સંરક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો પીએમ મોદીની આ મુલાકાત ઘણી ખાસ માનવામાં આવી રહી છે. આ દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ એમ ફાઈટર એરક્રાફ્ટને લઈને ડીલ થવાની સંભાવના છે. ભારત પોતાની નેવી માટે ફ્રાન્સ પાસેથી 26 Rafale-M એટલે કે મેરીટાઇમ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવા જઈ રહ્યું છે. આ વિમાન 5.5 અબજ ડોલર (45 હજાર કરોડ રૂપિયા)માં ઉપલબ્ધ થશે. આ સાથે 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન માટે પણ ડીલ થઈ શકે છે. આ રાફેલનું દરિયાઈ સંસ્કરણ હશે, જે આઈએનએસ વિક્રાંત અને વિક્રમાદિત્ય માટે આવી રહ્યું છે.
ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ્સમાં સહકારની જાહેરાત થઈ શકે છે
આ સાથે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને ફ્રાન્સના નેશનલ સેન્ટર ફોર સ્પેસ સ્ટડીઝે ભારતના માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન માટે ઈન્ડો-ફ્રેન્ચ કાર્યકારી જૂથની સ્થાપના કરી છે. આ સહકારના વિસ્તરણ અંગે ચર્ચા થઈ શકે છે. ભારત અને ફ્રાન્સ 5G અને 6G ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ્સમાં પણ સહયોગની જાહેરાત કરી શકે છે. તે જ સમયે, ભારત અને ફ્રાન્સ સ્વદેશી રીતે વિકસિત એન્જિન અને તકનીકો દ્વારા હાર્ડવેર પ્લેટફોર્મના ઉત્પાદનને વધારવા માટે સંરક્ષણ-ઔદ્યોગિક માર્ગ નકશા પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.
પીએમ મોદી 15 જુલાઈએ અબુધાબી પહોંચશે
PM મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂરો કર્યા બાદ 15 જુલાઈએ અબુ ધાબી જશે. વડાપ્રધાન સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વાતચીત કરશે. ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત બની રહી છે. PM ની આ મુલાકાત ઊર્જા, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ખાદ્ય સુરક્ષા, ફિનટેક, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેને આગળ લઈ જવાના માધ્યમોને ઓળખવાની તક પૂરી પાડશે.
Tags :
Advertisement

.