Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમારી સરકાર અને અમે સાબિત કર્યું છે કે Democracy can Deliver : સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં PM મોદી

અમેરિકા પ્રવાસના બીજા દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન, બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, અવકાશ, સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં વધતા ભારત-યુએસ વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવા સહિત અન્ય મુદ્દાઓ...
11:47 PM Jun 22, 2023 IST | Hardik Shah

અમેરિકા પ્રવાસના બીજા દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન, બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, અવકાશ, સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં વધતા ભારત-યુએસ વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવા સહિત અન્ય મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાતચીત પણ થઈ. આ પહેલા વડાપ્રધાન મોદીનું વ્હાઇટ હાઉસ (White House) માં રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો 21મી સદીના સૌથી નિર્ણાયક સંબંધોમાંથી એક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ

જો બાઈડેને શું કહ્યું ?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ જારી કર્યું. તેમણે કહ્યું કે, "આ ભાગીદારી વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ પૈકીની એક છે, ઈતિહાસના અન્ય સમય કરતા વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ છે. તેમણે આગળ કહ્યું કે, "એકસાથે અમે અમર્યાદિત સંભાવનાઓ સાથેના સહિયારા ભવિષ્યના દરવાજા ખોલી રહ્યા છીએ. સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે અવકાશ ઉડાન પર સહકાર અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહયોગની જરૂર છે. યુએસ 10 લાખ નોકરીઓમાં બોઇંગ એરક્રાફ્ટ ખરીદવા માટે એર ઇન્ડિયાના કરારને સમર્થન આપવામાં આવશે." જો બાઈડેને કહ્યું કે, તેમની અને વડાપ્રધાન મોદી વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે પણ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે બેઠક દરમિયાન ક્વાડ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું ?

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાન રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે જણાવ્યું હતું કે, “ભારત-યુએસ સંબંધોના ઇતિહાસમાં આજનો દિવસ એક ખાસ દિવસ છે. વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. એક નવી દિશા અને નવી ઉર્જા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારત-યુએસ વેપાર રોકાણ ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પણ મહત્વપૂર્ણ છે. આજે અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. અમે નક્કી કર્યું છે કે પેન્ડિંગ વેપાર મુદ્દાઓને અમે મજબૂત બનાવીશું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, સ્પેસ, ક્વોન્ટમ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં અમારા સહયોગને વિસ્તૃત કરી અમે એક મજબૂત અને ફ્યૂચરિસ્ટિક ભાગીદારી કરી રહ્યા છીએ." એક પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં ધર્મ અને જાતિના આધારે કોઈ ભેદભાવ નથી. ભારત એવો દેશ છે જેણે લોકશાહીને જીતી છે. તેમણે કહ્યું કે, જે દેશમાં માનવ અધિકાર નથી ત્યાં લોકતંત્ર અસ્તિત્વમાં નથી. વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ બિડેને કહ્યું તેમ, લોકશાહી ભારત અને અમેરિકા બંનેના DNA માં છે. લોકશાહી અમારી નસોમાં છે, અમે લોકશાહી જીવીએ છીએ. અમારા વડવાઓએ તેને અમારા બંધારણના રૂપમાં શબ્દોમાં રજૂ કર્યું છે. અમારી સરકાર અને અમે સાબિત કર્યું છે કે democracy can deliver અને જ્યારે હું ડિલિવરી કહું છું ત્યારે, જાતિ, પંથ, ધર્મ, કોઈપણ પ્રકારના ભેદભાવને ત્યાં કોઈ સ્થાન નથી. જ્યારે તમે લોકશાહી કહો છો, ત્યારે પક્ષપાતનો પ્રશ્ન જ નથી. વડાપ્રધાનને જ્યારે આબોહવા પરિવર્તન સંબંધિત સવાલ કરવામાં આવ્યો તે તેમણે કહ્યું કે, "આબોહવા આપણી સાંસ્કૃતિક પરંપરામાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અમે પ્રકૃતિના શોષણમાં વિશ્વાસ કરતા નથી. 2030 સુધીમાં ભારતીય રેલ્વેએ નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભારત રેલ્વે કહેવાનો અર્થ એ છે કે દરરોજ અમે ટ્રેનના ડબ્બામાં આખું ઓસ્ટ્રેલિયા હોય છે, અમારો દેશ એટલો મોટો છે.

જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી US સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવા કેપિટોલ હિલ પહોંચ્યા હતા. અગાઉ બાઈડેન સાથેની મુલાકાતમાં, તેમણે કહ્યું હતું કે, "અહીં બીજી વખત સંસદમાં બોલવાની તક મળવાના સન્માન માટે હું ખૂબ જ આભારી છું." ભારતનો ત્રિરંગો અને અમેરિકાનો ધ્વજ (ધ સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઈપ્સ) હંમેશા નવી ઊંચાઈઓને સ્પર્શે છે.

PM મોદી જ્યારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે જો બાઈડેને શું કહ્યું?

વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- મને એ વાતનું સન્માન છે કે લગભગ 15 વર્ષોમાં પ્રથમ વખત યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા ભારતીય પ્રજાસત્તાકની સત્તાવાર રાજ્ય મુલાકાતનું આયોજન કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત છે." જો બાઈડેને કહ્યું, "વડાપ્રધાન, તમારું એકવાર ફરી સ્વાગત છે. હું હંમેશા માનતો આવ્યો છું કે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ભારત વચ્ચેનો આ સંબંધ 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંનો એક છે. અમારા બંધારણના પ્રથમ શબ્દો છે 'અમે, દેશના નાગરિકો, અમારા લોકો વચ્ચે કાયમી સંબંધ અને વહેંચાયેલા મૂલ્યો છે અને વર્તમાન સમસ્યાઓનો સામનો કરવા માટે વૈશ્વિક નેતાઓ તરીકે અમારી સહિયારી જવાબદારી છે'. અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, કાયદા હેઠળ સમાનતાના મૂલ્યો, અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધાર્મિક બહુલતા, અમારા લોકોની વિવિધતા મજબૂત અને વિકસિત થઈ છે. તમારા સહયોગથી અમે મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે ક્વાડને મજબૂત બનાવ્યું છે. હવેથી દાયકાઓ પછી, લોકો પાછળ જોશે અને કહેશે કે ક્વાડે વૈશ્વિક સારા માટે ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો.

PM મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેન વચ્ચેની મુલાકાતની તસવીર PMO એ કરી ટ્વીટ

PMOએ PM મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેન વચ્ચેની મુલાકાતની તસવીર ટ્વીટ કરી અને લખ્યું, "ભારત-અમેરિકાના સંબંધોને વધુ ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છીએ! વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત." બંનેએ ભારત-યુએસ સંબંધોની સમીક્ષા કરી અને ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી.

વ્હાઇટ હાઉસની બાલ્કનીમાંથી લોકોનું સ્વાગત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, US રાષ્ટ્રપતિ જો બાઈડેન અને અમેરિકાના પ્રથમ મહિલા જીલ બાઈડેને વ્હાઇટ હાઉસના દક્ષિણ લૉનની બાલ્કનીમાંથી લોકોનું અભિવાદન કર્યું હતું.

ભારતીય યુએસમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે

ભારતીય સમુદાયના લોકો તેમની મહેનત અને સમર્પણ દ્વારા યુએસમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. તમે અમારા સંબંધની સાચી તાકાત છો. હું રાષ્ટ્રપતિ બિડેન અને ડૉ જીલ બાઈડેનને આ સન્માન આપવા બદલ તેમનો આભાર માનું છું: PM મોદી

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાના પ્રવાસે છે. પ્રથમ દિવસે જ્યાં તેમણે UN ખાતે વિશ્વ યોગ દિવસ (International Yoga Day) કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ PM મોદી પ્રવાસના બીજા દિવસે વોશિંગ્ટન ડીસીમાં છે. US રાષ્ટ્રપતિ જો બાઈડેન અને શ્રીમતી જીલ બાઈડેન દ્વારા અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - PM MODI US VISIT : ‘વ્હાઈટ હાઉસમાં મારું સન્માન એ 140 કરોડ ભારતીયોનું સન્માન’ : PM મોદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Modi Biden MetModi in WahingtonModi Visit USANarendra Modipm modipm narendra modiWhite-House
Next Article