Kashi Vishwanath: બાબા વિશ્વનાથના દરબારમાં ભક્તિમય બન્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Kashi Vishwanath: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે પહોંચ્યા હતાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાબતપુર એરપોર્ટ પર દેશમાં વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 28 કિલોમીટર લાંબા રોડ શો કર્યો હતો. ત્યાર બાદ PMએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમની સાથે સીએમ યોગી પણ હાજર હતા. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીની આ 45મી કાશી મુલાકાત છે.
કાશીમાં વડાપ્રધાન ભક્તિમય રૂપમાં જોવા મળ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાતે પહોચ્યા હતા. અહીં તેઓ ભક્તિમય રૂપમાં જોવા મળ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રોચ્ચાર સાથે બાબા વિશ્વનાથની પૂજા અર્ચના કરી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ પણ સાથે રહ્યાં હતાં. કાશી વડાપ્રધાનનું સંસદીય ક્ષેત્ર છે અને અહીંથી સતત ત્રીજી વાર પણ તેઓ કાશીથી જ લોકસભાની ચૂંટણી લડવાના છે. પોતાનું નામ જાહેર થયા બાદ કાશીમાં આ પહેલી મુલાકાત છે.
વડાપ્રધાને અહીં 28 કિમી લાંબો રોડ શો કર્યો
વારાણસીના પ્રવાસે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબતપુરથી ડિરેકા સુધીનો રોડ શો કર્યો હતો. તેમનો આ રોડ શો 28 કિમી લાંબો હતો અને તેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતીં. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના રોડમાં શોમાં ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતાં. 9 માર્ચ શનિવારના રોજ વડાપ્રધાન મોદીએ ચાર રાજ્યોની મુલાકાત લીધી હતી. પીએમ મોદી પહેલા અરુણાચલ, આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વીય જિલ્લા સિલીગુડી અને હવે તેમના સંસદીય ક્ષેત્ર કાશી પહોંચ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીએમ મોદી કાશીને મોટી ભેટ આપી શકે છે.
પીએમ મોદીએ લચિત બોરફૂકનની પ્રતિમાનું અનાવરણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસ પર પણ ગયા હતાં. અહીં તેમણે આસામના જોરહાટમાં 'અહોમ સેનાપતિ' લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાના બગીચામાં પણ ગયા હતાં. આ દરમિયાન તેમણે આસામના વિશ્વ પ્રસિદ્ધ ચાના બગીચાઓની મુલાકાત લીધી અને ચા કામદારોની મહેનતની પ્રશંસા કરી હતી.