ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jharkhand: ધુમ્મસના કારણે પ્લેન ટેકઓફ ન થઈ શક્યું, ધારાસભ્યો એરપોર્ટથી પરત ફર્યા

Jharkhand Politics: રાંચીમાં અત્યારે રાજનીતિમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. રાંચીથી હૈદરાબાદ જઈ રહેલા ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના નેતૃત્વવાળા ગઠબંધનના ધારાસભ્યોએ એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું હતું. વિગતો મળી રહી છે કે, ગાઢ ધુમ્મસના કારણે ખાનગી ભાડા પરનું...
11:04 PM Feb 01, 2024 IST | VIMAL PRAJAPATI
Jharkhand Politics

Jharkhand Politics: રાંચીમાં અત્યારે રાજનીતિમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. રાંચીથી હૈદરાબાદ જઈ રહેલા ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના નેતૃત્વવાળા ગઠબંધનના ધારાસભ્યોએ એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું હતું. વિગતો મળી રહી છે કે, ગાઢ ધુમ્મસના કારણે ખાનગી ભાડા પરનું વિમાન એરપોર્ટથી ટેકઓફ ન કરી શક્યું. તમામ ધારાસભ્યો રાંચીના ગેસ્ટ હાઉસમાં પરત ફર્યા છે.

હૈદરાબાદ કોંગ્રેસ શાસિત તેલંગાનાની રાજધાની

ગઠબંધનના નેતાઓએ જણાવ્યું હતું કે, ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવાની જરૂર હતી જેથી કરીને ભાજપ દ્વારા તેમનો શિકાર કરવાના પ્રયાસોને રોકી શકાય. હૈદરાબાદ કોંગ્રેસ શાસિત તેલંગાનાની રાજધાની છે. પાર્ટી, જેએમએમ નીત ગઠબંધનનો એક ભાગ છે. એરપોર્ટ પર લગભગ બે કલાક રાહ જોયા બાદ ધારાસભ્યો સર્કિટ હાઉસ પરત ફરી રહ્યા છે, જ્યાં તેઓ રોકાયા છે.

એરપોર્ટ ડાયરેક્ટર આરઆર મૌર્યએ પીટીઆઈને જણાવ્યું હતું કે, ઓછી દ્રશ્યતાના કારણે સાંજના છ વાગ્યા બાદ ત્રણ ઉડાનને રદ કરી દેવમાં આવી હતી. આજે પ્રાઈવેટ પ્લેન ઉડવા માટે બહુ ઓછો અવકાશ છે.' ધારાસભ્યોને ખાનગી પ્લેન દ્વારા હૈદરાબાદ લઈ જવાના હતા.

ઝારખંડના મુખ્યમંત્રીએ આખરે રાજીનામું આપી દીધું

જમીન કૌભાંડ કેસમાં ED દ્વારા નિશાન બનાવવામાં આવેલા ઝારખંડ (Jharkhand)ના મુખ્યમંત્રીએ આખરે રાજીનામું આપી દીધું છે. ઇડીએ પણ તેની ધરપકડ કરવાનો નિર્ણય લીધો હોવાની માહિતી પણ સામે આવી છે. બીજી તરફ, ચંપઈ સોરેન હવે ઝારખંડ (Jharkhand)ના નવા સીએમ બનશે. ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચંપઈ સોરેન રાજકારણમાં આવતા પહેલા ખેતી કરતા હતા. પરંતુ શિબુ સોરેનના સાથી રહ્યા છે. સીએમ હેમંત સોરેન પણ ઘણા પ્રસંગોએ તેમના પગ સ્પર્શ કરતા જોવા મળ્યા છે. તે જ સમયે, EDએ હેમંત સોરેનની લાંબા સમય સુધી પૂછપરછ કરી અને કહેવામાં આવ્યું કે એજન્સી તેના જવાબોથી સંતુષ્ટ નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: અમેરિકામાં એક અઠવાડિયામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત

Tags :
bihar jharkhand newsJharkhandjharkhand bihar news liveJharkhand CMJharkhand Governmentjharkhand politicsnational newsPolitics News
Next Article