Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં Petrol and diesel ના ભાવ ઘટ્યા, કાલે સવારે 6 વાગ્યાથી નવો ભાવ લાગુ

Petrol-Diesel Price: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ખુબ જ વઘી ગયા હતાં. જેને લઈને અનેક લોકોને અસર થઈ રહીં હતીં, પરંતુ અત્યારે પેટ્રોલિયમને લઈને સારા સમાચાર આવ્યાં છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં...
10:38 PM Mar 14, 2024 IST | VIMAL PRAJAPATI
Petrol and diesel prices

Petrol-Diesel Price: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ખુબ જ વઘી ગયા હતાં. જેને લઈને અનેક લોકોને અસર થઈ રહીં હતીં, પરંતુ અત્યારે પેટ્રોલિયમને લઈને સારા સમાચાર આવ્યાં છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 15 માર્ચે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાથી ઉપભોક્તા ખર્ચમાં વધારો થશે અને ડીઝલ પર ચાલતા 58 લાખથી વધુ ભારે માલસામાન વાહનો, 6 કરોડ કાર અને 27 કરોડ ટુ-વ્હીલર્સના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે.

પ્રવાસન ઉદ્યોગોને ઘણો ફાયદો થવાનો

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ઘટેલા ભાવથી નાગરિકોને ફાયદો થવાનો છે. જેના કારણે તેમની પાસે ખર્ચ કરવા માટે પૈસા બચશે. ઘણા લોકો ઘટાડાને લઈને ખુશી પણ વ્યક્ત કરી હતી. સૌ કોઈ જાણે છે કે, આના કારણે પ્રવાસન અને ઉદ્યોગોને પણ ઘણા ફાયદો થવાનો છે. જે પણ લોકોને પ્રવાસનો શોખ છે તે લોકોને ઘણો ફાયદો થવાનો છે. તેની સાથે સાથે મોંઘવારી પર પણ નિયંત્રણ આવશે. આ પરિવહન પર આધારિત વ્યવસાયો માટે ખર્ચમાં ઘટાડો કરશે. લોજિસ્ટિક્સ, મેન્યુફેક્ચરિંગ અને રિટેલ સેક્ટરની નફાકારકતા વધશે. ખેડૂતો માટે ટ્રેક્ટર અને પંપ સેટ ચલાવવા પાછળ ઓછો ખર્ચ થશે.

2022 માં પણ ભાવમાં થયો હતો ફેરફાર

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે 6 એપ્રિલ, 2022ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જ્યારે બંનેના ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. યુક્રેનમાં યુદ્ધ, મધ્ય પૂર્વમાં સંઘર્ષ અને લાલ સમુદ્ર અને હિંદ મહાસાગરમાં ચાંચિયાગીરીને કારણે વૈશ્વિક તેલના ભાવમાં ભારે અસ્થિરતા હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

અમદાવાદમાં પેટ્રોલ 94 રૂપિયે મળશે

પેટ્રોલિયમને લઈને ગુજરાતની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં પેટ્રોલનો જુનો ભાવ 96.41 રૂપિયા હતો, જે હવે બે રૂપિયાના ઘટાડા બાદ પેટ્રોલ 94 રૂપિયે મળશે. આ સાથે અમદાવાદમાં ડીઝલના જુના ભાવની વાત કરવામાં આવે 95.16 રૂપિયા હતો. જેથી હવે બે રૂપિયાના ઘટાડા બાદ અમદાવાદમાં ડીઝલ 93 રૂપિયે મળશે. જેથી અત્યારે ગુજરાત માટે ઘણી સારી વાત છે. મહત્વનું છે કે, અત્યારે ગુજરાત પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાથી લોકોને ઘણો ફાયદો થવાનો છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના CM Mamata Banerjee થયા ગંભીર રીતે થયા ઘાયલ, TMC એ શેર કરી તસવીર

આ પણ વાંચો: Sea Water: તમે ક્યારેય દરિયાનું પાણી પીધું તો નથી ને? એકવાર આ વીડિયો જોઈ લ્યો

આ પણ વાંચો: Preneet Kaur : પૂર્વ CM અમરિંદર સિંહની પત્ની BJP માં સામેલ, આ સીટ પરથી લડશે ચૂંટણી…

Tags :
national newsPetrol & Diesel pricesPetrol and dieselPetrol and diesel pricesPetrol diesel prices cutePetrol diesel prices slashedPetrol pricesVimal Prajapati
Next Article