Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PBKS Vs RR: રાજસ્થાનનો રોયલ અંદાજ, પંજાબ કિંગ્સેને હરાવી નંબર 1 ની સ્થિતિ કરી વધુ મજબૂત

PBKS Vs RR: IPL 2024ની 27મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સ 8 વિકેટના નુકસાને 147 રન જ બનાવી શકી હતી. ટોચના ફોર્મમાં ચાલી રહેલી રોયલ્સની ટીમે 7 ઓવરમાં જ 7 વિકેટ...
pbks vs rr  રાજસ્થાનનો રોયલ અંદાજ  પંજાબ કિંગ્સેને હરાવી નંબર 1 ની સ્થિતિ કરી વધુ મજબૂત

PBKS Vs RR: IPL 2024ની 27મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સ 8 વિકેટના નુકસાને 147 રન જ બનાવી શકી હતી. ટોચના ફોર્મમાં ચાલી રહેલી રોયલ્સની ટીમે 7 ઓવરમાં જ 7 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું અને રાજસ્થાન રોયલ્સે સિઝનની 5મી જીત હાંસલ કરી લીધી છે. આ જીત બાદ સંજુ સેમસનની ટીમે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન લઈ લીધું છે. નોંધનીય છે કે, પંજાબ કિંગ્સને હરાવીને આજની મેચમાં રાજસ્થાન રોયલ્સે પોતાનો રોયલ અંદાજ બતવી દીધો.

Advertisement

હેટમાયરે પાંચમા બોલ પર સિક્સર ફટકારી ટીમને જીતાડી

આજની મેચ ખુબ જ રોમાંચિત બની હતી. કારણ કે, મેચની છેલ્લી ઓવરમાં પંજાબને જીતવા માટે 10 રન બનાવવાના હતા. અર્શદીપ સિંહે તે ઓવરના પહેલા બે બોલ પર કોઈ રન બનાવ્યો ન હતો. ત્યારપછી શિમરોન હેટમાયરે ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમનું દબાણ ઓછું કર્યું હતું. આ સાથે છેલ્લી ઓવરના ચોથા બોલ પર હેટમાયરે બે રન બનાવ્યા હતા. ત્યાર બાદ હેટમાયરે પાંચમા બોલ પર સિક્સર ફટકારીને રાજસ્થાનને જીત અપાવી હતી.

Advertisement

RR માટે જયસ્વાલે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા

તમને જણાવી દઈએ કે, રાજસ્થાન રોયલ્સ માટે ઈમ્પેક્ટ પ્લેયર યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 39 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. જ્યારે હેટમાયર 10 બોલમાં 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. હેટમાયરે તેની ઇનિંગ્સમાં ત્રણ સિક્સર અને એક ફોર ફટકારી હતી. તનુષ કોટિયાને 24 રન અને રિયાન પરાગે 23 રનની ઇનિંગ રમી હતી. પંજાબ કિંગ્સ માટે કાગીસો રબાડા અને સેમ કુરાને બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: IPL 2024 : ધોનીને જોવા તેના ચાહકે ખરીદી રૂ. 64 હજારની ટિકિટ, દિકરીની સ્કૂલ ફી ન ભરી…

આ પણ વાંચો: LSG vs DC: IPL 2024 માં ડેબ્યુ ખેલાડી જેક ફ્રેઝર-મેકગર્કેની મદદથી દિલ્હીએ લખનૌ પર ફતેહ મેળવી

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા સાથે છેતરપિંડી મામલે આરોપી ભાઇ વૈભવે કર્યો ચોંકાવનારો ખુલાસો

Advertisement
Tags :
Advertisement

.