Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Paralympics 2024 : રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો, ભારતને 5 મો મેડલ મળ્યો

ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024 5 મો મેડલ જીત્યો ભારતીય પેરા શૂટર રૂબિના ફ્રાન્સિસે જીત્યો મેડલ 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટની ફાઇનલમાં જીત્યો મેડલ ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024 (Paris Paralympics 2024) માં ત્રીજા દિવસે 5 મો મેડલ જીત્યો છે....
paris paralympics 2024   રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો  ભારતને 5 મો મેડલ મળ્યો
  1. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024 5 મો મેડલ જીત્યો
  2. ભારતીય પેરા શૂટર રૂબિના ફ્રાન્સિસે જીત્યો મેડલ
  3. 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટની ફાઇનલમાં જીત્યો મેડલ

ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024 (Paris Paralympics 2024) માં ત્રીજા દિવસે 5 મો મેડલ જીત્યો છે. આ મેડલ ભારતીય પેરા શૂટર રૂબિના ફ્રાન્સિસે જીત્યો છે. રૂબીના ફ્રાન્સિસે પેરિસ પેરાલિમ્પિક્સ (Paris Paralympics 2024)માં દેશના શૂટરોના મજબૂત પ્રદર્શનને ચાલુ રાખતા મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રૂબીના 8 મહિલાઓની ફાઇનલમાં 211.1ના કુલ સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી. તે દિવસની શરૂઆતમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચી હતી.

Advertisement

પેરિસ પેરાલિમ્પિક્સમાં કુલ પાંચમો મેડલ...

શૂટિંગમાં ભારતનો આ ચોથો અને પેરિસ પેરાલિમ્પિક્સ (Paris Paralympics 2024)માં કુલ પાંચમો મેડલ છે. અગાઉ, પેરિસ પેરાલિમ્પિક્સ (Paris Paralympics 2024)માં બીજા દિવસે, અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં જીતેલા મહિલા 10 મીટર એર રાઇફલ ગોલ્ડ મેડલનો સફળતાપૂર્વક બચાવ કરીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે તેની દેશબંધુ મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર મેડલ જીત્યો. તમને જણાવી દઈએ કે, SH1 કેટેગરીમાં એથ્લેટ્સ કોઈપણ મુશ્કેલી વિના પોતાની બંદૂક પકડી શકે છે અને વ્હીલચેર અથવા ખુરશી પર ઊભા રહીને અથવા બેસીને શૂટ કરી શકે છે.

Advertisement

આં પણ વાંચો : Paris Paralympics 2024 માં ભારતે મેડલ જીતવામાં લગાવ્યો ચોક્કો

Advertisement
Tags :
Advertisement

.