Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympics 2024O:Manika Batra ટેબલ ટેનિસમાં બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ

Paris Olympics 2024O: પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024O)ના બીજા દિવસે મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસમાં મનિકા બત્રા (Manika Batra)અને ગ્રેટ બ્રિટનની અન્ના હર્સી વચ્ચે મેચ હતી. ભારતની મનિકા બત્રા 2024 પેરિસ ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ...
07:13 PM Jul 28, 2024 IST | Hiren Dave
Manika Batra

Paris Olympics 2024O: પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024O)ના બીજા દિવસે મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસમાં મનિકા બત્રા (Manika Batra)અને ગ્રેટ બ્રિટનની અન્ના હર્સી વચ્ચે મેચ હતી. ભારતની મનિકા બત્રા 2024 પેરિસ ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. મનિકાએ આકરા મુકાબલામાં ગ્રેટ બ્રિટનની અન્ના હર્સીને 4-1થી હરાવી હતી. આ જીત સાથે મનિકા બત્રા રાઉન્ડ 2 માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

મનિકા બત્રા રાઉન્ડ 2 માટે ક્વોલિફાય

મેચમાં પાછળ પડ્યા બાદ મનિકાએ શાનદાર વાપસી કરી હતી અને મેચ 11-8, 12-10, 11-9, 9-11, 11-5થી જીતી લીધી હતી. મનિકા બત્રાએ મહિલા સિંગલ્સમાં અન્ના હર્સી સામે શાનદાર જીત મેળવીને રાઉન્ડ ઓફ 32માં પ્રવેશ કર્યો હતો. રાઉન્ડ ઓફ 32માં પહોંચનારી તે બીજી ભારતીય મહિલા બની છે. અગાઉ શ્રીજા અકુલાએ ક્રિસ્ટીના કાલબર્ગ પર શાનદાર જીત નોંધાવી હતી. મણિકા બત્રા હવે રાઉન્ડ ઓફ 32માં ફ્રાન્સની પ્રિતિકા પાવડે સામે ટકરાશે. જેઓ ભારતીય મૂળના છે. પરંતુ તે ફ્રાન્સ માટે રમે છે. પ્રિતિકાએ માત્ર 16 વર્ષની ઉંમરે ટોક્યોમાં તેની પ્રથમ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. તે માણિકા સામે કેવું પ્રદર્શન કરે છે .

ભારતની પ્રથમ મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી.

મહિલા સિંગલ્સની મેચમાં 29 વર્ષની મનિકાએ બ્રિટનની અન્ના હર્સી પર પ્રભુત્વ જમાવ્યું હતું. 2018ની કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન અને 18મી ક્રમાંકિત મનિકાએ હરસેને 11-8 12-10 11-9 9-11 11-5માં 41 મિનિટમાં હરાવ્યો. આ રીતે, મનિકાએ ટોક્યો ઓલિમ્પિકની સિદ્ધિની બરાબરી કરી હતી જેમાં તે સિંગલ્સમાં રાઉન્ડ ઓફ 32માં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી.

 

કાલબર્ગ ક્રિસ્ટીનાને માત આપી શાનદાર જીત મેળવી

ભારતની વર્તમાન નંબર-1 ટેબલ ટેનિસ મહિલા ખેલાડી શ્રીજા અકુલા માટે છેલ્લા 2 વર્ષ શાનદાર રહ્યા છે જેમાં તેણે વર્ષ 2022માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસની મિશ્ર સ્પર્ધામાં શરત કમલ સાથે રમતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2024 માં, શ્રીજા અકુલાએ તેની કારકિર્દીમાં જોરદાર છલાંગ લગાવી અને છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની નંબર વન ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને પાછળ છોડી દીધી અને તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી. શ્રીજાએ ટેક્સાસમાં WTT ફીડર કોર્પસ ક્રિસ્ટી ખાતે તેની પ્રથમ WTT સિંગલ્સ કારકિર્દીનો ખિતાબ જીતીને 2024ની શરૂઆત કરી. બે મહિના પછી માર્ચમાં, શ્રીજાએ ડબલ્યુટીટી ફીડર બેરૂત II માં ટાઇટલ જીત્યું. જૂનમાં, શ્રીજા WTT કન્ટેન્ડર્સ લાગોસ જીતનારી પ્રથમ ભારતીય બની હતી.

આ પણ  વાંચો  -ભારતને પ્રથમ પદક અપાવનાર મનુ ભાકરને PM Modi સહિત આ જાણીતી હસ્તીઓએ પાઠવી શુભેચ્છા!

આ પણ  વાંચો  -Paris Olympic 2024: તીરંદાજીમાં મોટો અપસેટ, નેધરલેન્ડ સામે ભારતીય મહિલા ટીમ પરાસ્ત થઈ

આ પણ  વાંચો  -Paris Olympics 2024 : નિખત ઝરીનનું વિસ્ફોટક ડેબ્યૂ, પ્રથમ મેચમાં જર્મનીને 5-0થી હરાવ્યું

Tags :
manika batraOLYMPICSParis Olympics 2024OSHARATH KAMALSreeja Akula
Next Article