Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris olympics 2024 : કુસ્તીબાજમાં નિશા દહિયાને ક્વાર્ટર ફાઇનલમાં મળી નિરાશા

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા કુસ્તીબાજ નિશા દહિયાની હાર ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર કોરિયાની સોલ ગમ પાક સામે થઈ હાર નિશાએ રાઉન્ડ ઓફ 16માં યુક્રેનની ટેટિયાના રિઝકોને હરાવી હતી     Paris olympics 2024:પેરિસ ઓલિમ્પિક(Paris olympics 2024)માં ભારતની નિશા દહિયા(Nisha dahiya)ને...
07:35 AM Aug 06, 2024 IST | Hiren Dave
Wrestling Nisha dahiya
  1. પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા કુસ્તીબાજ નિશા દહિયાની હાર
  2. ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર કોરિયાની સોલ ગમ પાક સામે થઈ હાર
  3. નિશાએ રાઉન્ડ ઓફ 16માં યુક્રેનની ટેટિયાના રિઝકોને હરાવી હતી

 

 

Paris olympics 2024:પેરિસ ઓલિમ્પિક(Paris olympics 2024)માં ભારતની નિશા દહિયા(Nisha dahiya)ને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. મહિલા કુશ્તીની 68 કિગ્રા વજન વર્ગમાં નિશા દહિયાને ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર કોરિયાની સોલ ગમ પાક સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સિઓલે આ મેચ 10-8થી જીતી લીધી છે. આ મેચમાં મળેલી હાર બાદ નિશા સેમીફાઈનલમાં જગ્યા બનાવવાથી ચૂકી ગઈ છે. આ પહેલા નિશાએ રાઉન્ડ ઓફ 16માં યુક્રેનની ટેટિયાના રિઝકોને હરાવી હતી.

 

નિશા દહિયા ઈજાથી હતી પરેશાન

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય કુસ્તીબાજ (Wrestling)નિશા દહિયાનો એક અલગ જુસ્સો જોવા મળ્યો. મહિલા ફ્રી સ્ટાઇલ 68 કિગ્રાના ક્વાર્ટર ફાઇનલમાં નિશાનો સામનો ઉત્તર કોરિયાની કુસ્તીબાજ પાક સોલ ગમ સામે હતો. આ મેચમાં એક સમયે નિશા 8-2ની લીડ સાથે જીત તરફ આગળ વધી રહી હતી ત્યારે તેના ખભામાં ખતરનાક ઈજા થઈ હતી. નિશા માટે હાથ ઊંચો કરવો પણ મુશ્કેલ હતો, આવી સ્થિતિમાં નિશા રડવા લાગી અને આંસુ સાથે તે ફરીથી સિંહણની જેમ ઊભી થઈ અને લડવા માટે તૈયાર દેખાઈ હતી.

આ પણ  વાંચો -Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારતને મળી નિરાશા, લક્ષ્ય સેનની હાર સાથે બ્રોન્ઝનું સપનું ચકનાચૂર

પરંતુ તેના ખભામાં ખરાબ રીતે ઈજા થઈ હતી, તેથી કોરિયન રેસલરે તકનો લાભ ઉઠાવીને જોરદાર મૂવ કરીને 10-8ની સરસાઈ મેળવી લીધી હતી. આ રીતે નિશા આ મેચ હારી ગઈ હતી. હાર બાદ નિશા રડવા લાગી, જેનો વીડિયો પણ વાયરલ થયો છે. લોકો તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ નિશાને હજુ વધુ એક તક મળી શકે છે.

આ પણ  વાંચો -Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક મેડલથી એક જીત દૂર!

નિશાને મેડલ જીતવાની તક મળશે?

ખરેખર, નિશા દહિયાને હવે 'રેપચેઝ' દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની વધુ એક તક મળી શકે છે. પરંતુ આ માટે નિશાને હરાવનાર ઉત્તર કોરિયાની રેસલર પાક સોલ ગમને ફાઇનલમાં પહોંચવું પડશે. જો પાક સોલ ગમ મહિલા ફ્રી સ્ટાઇલ 68 કિગ્રાની ફાઇનલમાં પહોંચે છે, તો નિશાને 'રિપેચેજ' દ્વારા બ્રોન્ઝ મેડલ માટે રમવાની તક મળશે.

આ પણ  વાંચો -Paris Olympic 2024 : ભારતીય વિમેન્સ ટીમે ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ

કુસ્તીમાં રિપેચેજ સિસ્ટમ શું છે?

રિપેચેજ શબ્દ ફ્રેન્ચ શબ્દ રિપેચ્યુર પરથી આવ્યો છે, જેનો અર્થ છે બચાવ કરવો. રેપચેજ એ કુસ્તી સ્પર્ધાઓમાં એક સિસ્ટમ છે, જે પ્રારંભિક રાઉન્ડમાં હારી ગયેલા કુસ્તીબાજોને પુનરાગમન કરવાની તક આપે છે. કુસ્તીમાં, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અથવા પછીના રાઉન્ડમાં હારી ગયેલા પ્રતિભાગીને આગળ સ્પર્ધા કરવાની અને બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરવાની બીજી તક મળે છે. જો કે, આને માત્ર ત્યારે જ મંજૂરી આપવામાં આવે છે જ્યારે તેઓ જેની સામે હાર્યા હોય તે કુસ્તીબાજ ફાઇનલમાં પહોંચ્યો હોય. સાદા શબ્દોમાં કહીએ તો નોકઆઉટ રાઉન્ડમાં ફાઇનલમાં પહોંચેલા બે કુસ્તીબાજોથી પરાજય પામનાર ખેલાડીઓને રેપેચેજ રાઉન્ડ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળે છે.

Tags :
2024 Paris OlympicsIndiaAtParis24Nisha DahiyaPakParis OlympicsPARIS OLYMPICS 2024QuarterFinalSportstetiana rizhkoWrestling
Next Article