Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024: હોકીમાં ભારતીય ટીમની શાનદાર જીત

Paris Olympic 2024 : ભારતીય પુરુષ હોકી (Indian Hockey Team) ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ની (Paris Olympic 2024 )શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. રોમાંચક આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી શૂટ આઉટની છેલ્લી 2 મિનિટમાં ગોલ કરીને ટીમની જીત પર...
paris olympic 2024  હોકીમાં ભારતીય ટીમની શાનદાર જીત

Paris Olympic 2024 : ભારતીય પુરુષ હોકી (Indian Hockey Team) ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ની (Paris Olympic 2024 )શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. રોમાંચક આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી શૂટ આઉટની છેલ્લી 2 મિનિટમાં ગોલ કરીને ટીમની જીત પર મહોર મારી હતી. આ મેચમાં બંને ટીમો તરફથી ઘણી આક્રમક રમત જોવા મળી હતી પરંતુ અંતે ભારતીય હોકી ટીમ 3-2થી મેચ જીતવામાં સફળ રહી હતી. આ જીત સાથે ભારતના ખાતામાં હવે 3 પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે તેની આગામી ગ્રુપ મેચ 29મી જુલાઈએ આર્જેન્ટિના સામે થશે.

Advertisement

  • પેરિસ ઓલિમ્પિકમાં હોકીમાં ભારતની જીત
  • ભારતે હોકીમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું
  • મનદીપ સિંહ, વિવેકસાગર, હરમનપ્રીતનો ગોલ
  • ન્યૂઝીલેન્ડ તરફથી લેન સેમ, સિમોનનો ગોલ

ભારતીય હોકી ટીમે ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું

ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત જીત સાથે કરી છે. ગ્રુપ-બીની મેચમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 3-2થી જીત મેળવી હતી. આ મેચમાં ભારત માટે મનદીપ સિંહે 24મી મિનિટે, વિકાસ સાગર પ્રસાદે 34મી મિનિટે અને હરમનપ્રીત સિંહે 59મી મિનિટે ગોલ કર્યા હતા.

Advertisement

પ્રથમ બે ક્વાર્ટરમાં સ્કોર 1-1થી બરાબર હતો.

જો આ મેચની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં 8મી મિનિટે ન્યૂઝીલેન્ડ માટે લાના સેમે ગોલ કરીને પોતાની ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. આ પછી, પ્રથમ ક્વાર્ટરના અંત સુધી કિવી ટીમ મેચમાં 1-0થી આગળ હતી.બીજા રાઉન્ડની શરૂઆત સાથે ભારતીય ટીમે આ મેચમાં પહેલો ગોલ 24મી મિનિટે કર્યો હતો જે મનદીપ સિંહ તરફથી આવ્યો હતો અને મેચ 1-1ની બરાબરી પર રહી હતી.બીજા ક્વાર્ટરના અંતે મેચ સંપૂર્ણપણે ટાઈ રહી હતી.

વિવેક સાગરે લીડ આપી અને કીવી ટીમે બરાબરી કરી

આ મેચમાં ભારતીય ટીમનો ત્રીજો ગોલ મેચના ત્રીજા ક્વાર્ટરમાં થયો જ્યારે વિવેક સાગરે ગોલ કરીને ટીમને 2-1થી આગળ કરી દીધી. આ પછી કિવી ટીમ તરફથી ખૂબ જ આક્રમક રમત જોવા મળી હતી જેમાં સિમોન ચાઈલ્ડે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને પોતાની ટીમને મેચમાં 2-2ની બરાબરી પર લાવી હતી.આ પછી  જ્યારે ચોથા ક્વાર્ટરમાં રમતની છેલ્લી 2 મિનિટ બાકી હતી.ત્યારે ભારતને પેનલ્ટી શૂટની તક મળી જેમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ત્રીજો ગોલ કર્યો અને ભારતે મેચ 3-2થી જીતી લીધી વિજય હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી  હતી.

Advertisement

ફ્રેન્ચ જોડી સામે સાત્વિક-ચિરાગનો વિજય

મેડલના દાવેદાર ગણાતા સાત્વિકસાઈ રાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી (Satwiksairaj Rankireddy and Chirag Shetty) ની મેન્સ ડબલ્સની જોડીએ પેરિસ ઓલિમ્પિકમાં જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. ગ્રુપ Cની મેચમાં ભારતીય જોડીએ યજમાન ફ્રેન્ચ જોડી કોર્વી લુકાસ અને લેબર રોનેનને સીધી ગેમમાં 21-17 અને 21-14ના માર્જીનથી હરાવી હતી. પોતાના શાનદાર ફોર્મને જારી રાખતા ભારતીય જોડી ફ્રેન્ચ જોડીને હરાવવામાં સફળ રહી હતી. સાત્વિક અને ચિરાગે પ્રથમ ગેમ 21-17થી જીત્યા બાદ બીજી ગેમમાં પણ બ્રેક સુધી 11-8ની લીડ મેળવી હતી. ભારતીય જોડીને પ્રથમ ગેમ જીતવામાં 23 મિનિટનો સમય લાગ્યો હતો. આ પછી બીજી ગેમમાં 13 મિનિટમાં 11-8ની લીડ મેળવી લીધી હતી. આ પછી, તેઓએ ઝડપથી બાકીનું કામ પૂર્ણ કર્યું અને બીજી ગેમ 21-14 થી જીતીને જીત સાથે તેમના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી.

આ પણ  વાંચો  - Paris Olympic 2024 : બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગની વિજયી શરૂઆત

આ પણ  વાંચો  -Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે વધુ એક ગુડ ન્યૂઝ, લક્ષ્ય સેનની ધમાકેદાર જીત

આ પણ  વાંચો  -Paris Olympic 2024 : ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈની જીત સાથે શરૂઆત

Tags :
Advertisement

.