ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો લૂક સ્ટાઇલીશ અને પાઘડી આકર્ષક કેમ હોય છે...! વાંચો રસપ્રદ માહિતી

બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં દિવ્ય દરબાર યોજાવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે લોકોમાં અનેક પ્રકારની ઉત્કંઠા જોવા મળી રહી છે અને ખાસ કરીને તેમના પહેરવેશ અને પાઘડીની પણ બહું...
01:57 PM May 18, 2023 IST | Vipul Pandya
બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં દિવ્ય દરબાર યોજાવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે લોકોમાં અનેક પ્રકારની ઉત્કંઠા જોવા મળી રહી છે અને ખાસ કરીને તેમના પહેરવેશ અને પાઘડીની પણ બહું ચર્ચા સાંભળવા મળે છે.
દરબારમાં તેમનો લૂક ખૂબ જ સ્ટાઇલિશ
તેમના દરબારમાં તેમનો લૂક ખૂબ જ સ્ટાઇલિશ રહે છે. તેઓ આકર્ષક કપડામાં જોવા મળે છે. તેમનો દરબાર ખૂબ જ ભવ્ય છે. તેમના દરબારોમાં મોટા મોટા પંડાલ લગાવવામાં આવે છે. મીડિયાનો પણ જમાવડો જોવા મળે છે અને તેમાં તેમની સ્ટાઈલ જોવા જેવી છે. ભલે તેમની સાથે અનેક વિવાદો જોડાયેલા રહે છે પણ તેનાથી તેમના ભક્તો પર કોઈ અસર થતી નથી.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રોયલ લૂકમાં જોવા મળે છે
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રી દાવો કરે છે કે તેમની પાસે દૈવી શક્તિ છે. જેના કારણે તેઓ લોકોની સમસ્યાઓને જાણે છે. બાબાની કથા દરમિયાન ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તેના રોયલ લુક, કપડાં અને પાઘડીને લઈને ઘણી ચર્ચા છે. તે પોતાના ભક્તોની સામે સ્ટાઇલિશ કપડામાં દેખાય છે. બાબાના વસ્ત્રો ક્યારેક રાજાઓ અને બાદશાહો જેવા હોય છે. આનાથી તે ખૂબ જ આકર્ષક લાગે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી ખાસ પ્રકારની પાઘડી પહેરે છે
ધીરેન્દ્ર શાસ્ત્રી ખાસ પ્રકારની પાઘડી પહેરે છે. આ પાઘડી તેના માથા પર ઘણી વખત જોઈ શકાય છે. કહેવાય છે કે મરાઠા રાજા-મહારાજ આ પાઘડી પહેરતા હતા. તે જ્યાં રહે છે તેનું નામ બાગેશ્વર ધામ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ પોતાને આ ધામના મહારાજ કહે છે. મતલબ એક બાજુથી તે અહીં રાજા છે. એટલા માટે તે પાઘડી પહેરે છે. પહેલાના જમાનામાં રાજાઓના માથા પર પાઘડી હતી. શક્ય છે કે તેઓ આ કારણોસર પાઘડી પહેરતા હોય.. તેમના વસ્ત્રો પણ રાજાઓ અને સમ્રાટો જેવા ચમકદાર હોય છે. બાબાનું આ સ્વરૂપ ભક્તોને ખૂબ જ પસંદ આવે છે.
આ પણ વાંચો----બિહારના 5 કરોડ લોકો એક સાથે તિલક લગાવીને નિકળશે તો..: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Baba BageshwardhamPandit Dhirendra ShastriTurban
Next Article