Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સનાતન ધર્મ પર સવાલ ઉઠાવનારા રાવણના ખાનદાનના : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં યોજાનારાના દિવ્ય દરબાર માટે બાબા બાગેશ્વરધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતમાં એન્ટ્રી થઇ ચુકી છે. તેમનું અમદાવાદના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયા બાદ તેઓ અમરાઇવાડી ચૌહાણ પરિવારના ઘેર પહોંચ્યા હતા જ્યાં તેઓ કથાકાર દેવકીનંદનજીની...
સનાતન ધર્મ પર સવાલ ઉઠાવનારા રાવણના ખાનદાનના   પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં યોજાનારાના દિવ્ય દરબાર માટે બાબા બાગેશ્વરધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતમાં એન્ટ્રી થઇ ચુકી છે. તેમનું અમદાવાદના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયા બાદ તેઓ અમરાઇવાડી ચૌહાણ પરિવારના ઘેર પહોંચ્યા હતા જ્યાં તેઓ કથાકાર દેવકીનંદનજીની કથામાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે હિન્દુત્વ પર ઘણાં સવાલ ઉઠાવે છે અને તે રાવણના ખાનદાનના છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીત
અમરાઇવાડીમાં ચૌહાણ પરિવારના ઘેર પહોંચેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે  ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. અહીં અત્ર-તત્ર-સર્વત્ર ભક્તિ છે. ગુજરાત પર એ જ કહેવું છે કે દ્વારકાધીશની કરૂણા આવી રીતે જ વરસતી રહે સૌના પર.
સનાતન માટે અમે કંઈ નહી કરીએ સનાતન હિંદુ કરશે
તેઓ ગુજરાતની ધરતી પરથી શું સંદેશો આપશો તેવા સવાલના જવાબમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હું સનાતન એકતાનો, ભારત હિંદુ રાષ્ટ્રનો અને જાતિવાદથી ઉપરનો સંદેશો આપીશ. સનાતન માટે અમે કંઈ નહી કરીએ સનાતન હિંદુ કરશે તેમ તેમણે જણાવ્યું હતું.
સવાલ ઉઠાવનારા રાવણના ખાનદાનના
સનાતન અને હિંદુત્વ પર ઘણાં સવાલ ઉઠાવે છે  અંગના સવાલનો જવાબ આપતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તે રાવણના ખાનદાનના છે....
Tags :
Advertisement

.