Godhra : સંવેદનશીલ મનાતી શ્રીજીની વિસર્જન શોભાયાત્રા માટે પંચમહાલ પોલીસ સજ્જ
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરા શહેરમાં આવતીકાલે યોજાનારી શ્રી ગણેશજીની વિસર્જન શોભાયાત્રાને લઇને પંચમહાલ પોલીસ દ્વારા વિસર્જન શોભાયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી, જેમાં ગોધરા રેન્જ ડીઆઇજી સહિત પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસવડા ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ...
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
ગોધરા શહેરમાં આવતીકાલે યોજાનારી શ્રી ગણેશજીની વિસર્જન શોભાયાત્રાને લઇને પંચમહાલ પોલીસ દ્વારા વિસર્જન શોભાયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી, જેમાં ગોધરા રેન્જ ડીઆઇજી સહિત પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસવડા ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ કુમક જોડાઈ હતી.
પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આવતીકાલે ગોધરા શહેરમાં ગણેશજી વિદાય લેશે
ભાદરવા સુદ ચોથના દિવસે સમગ્ર ગોધરા શહેરમાં વાજતે ગાજતે ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી હતી, ગોધરાના શહેરીજનો દ્વારા પાંચ દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી, ત્યારે પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આવતીકાલે ગોધરા શહેરમાં ગણેશજી વિદાય લેશે.
સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ
ગોધરા શહેરમાં વર્ષોથી પરંપરાગત રૂટ પર ગણેશજીની વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવે છે, જે પરંપરા મુજબ આવતીકાલે નિર્ધારિત રૂટ પર ગણેશજીની વિસર્જન શોભાયાત્રા જોડાશે, જેમાં ગોધરા શહેરના ૧૦૦ ઉપરાંત ગણેશ મંડળો જોડાશે. સંવેદનશીલ મનાતી વિસર્જન શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પંચમહાલ પોલીસ પણ સજ્જ બની છે, જે અંતર્ગત પંચમહાલ ગોધરા રેન્જ ડીઆઇજી રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં ત્રણ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા, રેન્જ ડીઆઇજી દ્વારા સમગ્ર રૂટ પર પોલીસ વિભાગની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
પોલીસનો મોટો કાફલો સજ્જ
આ શોભાયાત્રામાં ત્રણ પોલીસ અધિક્ષક, 12 નાયબ પોલીસ અધિક્ષક, 135 પીઆઇ-પીએસઆઈ, ૧૩૦૦ પોલીસકર્મીઓ , 5 કંપની એસઆરપીએફ અને 1 કંપની રેપિડ એક્શન ફોર્સ બંદોબસ્તમાં તૈનાત રહેશે, વધુમાં રામસાગર તળાવ ખાતે SDRF ની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, જેને લઇને શોભાયાત્રા સિવાય ગણેશજીનું વિસર્જન કરવા આવનાર ભક્તોને સુગમતા રહે.
Advertisement