Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીની જીત પર Pakistan ના નેતાનું આવ્યું રિએક્શન, જાણો શું કહ્યું...

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોમાં સંપૂર્ણ બહુમતી મેળવ્યા પછી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ દેશમાં તેની સરકાર બનાવી છે. PM મોદીએ રવિવારે (9 જૂન) ત્રીજી વખત ભારતના PM તરીકે શપથ લીધા છે. આ પછી, તેમણે સોમવાર (10 જૂન)થી PM નો...
pm મોદીની જીત પર pakistan ના નેતાનું આવ્યું રિએક્શન  જાણો શું કહ્યું

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોમાં સંપૂર્ણ બહુમતી મેળવ્યા પછી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ દેશમાં તેની સરકાર બનાવી છે. PM મોદીએ રવિવારે (9 જૂન) ત્રીજી વખત ભારતના PM તરીકે શપથ લીધા છે. આ પછી, તેમણે સોમવાર (10 જૂન)થી PM નો ચાર્જ સંભાળ્યો છે. દરમિયાન, દેશ અને દુનિયામાંથી PM નરેન્દ્ર મોદી માટે અભિનંદનના મેસેજોનો વરસાદ થઇ રહ્યો છે. પાકિસ્તાન (Pakistan)ના PM શાહબાઝ શરીફે પણ સોમવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને PM મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા અને તેમના વખાણ કર્યા હતા. આ સિવાય PMLN નેતા નવાઝ શરીફે પણ PM મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

PM મોદીની જીત પર પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે શું કહ્યું?

નવાઝ શરીફે શું કહ્યું...

લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા બાદ NDA એ પૂર્ણ બહુમતી સાથે દેશમાં પોતાની સરકાર બનાવી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM બન્યા પછી પાકિસ્તાન (Pakistan)ના નવાઝ શરીફે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું અને લખ્યું, 'ત્રીજી વખત સત્તા સંભાળવા પર મોદોજીને મારા હાર્દિક અભિનંદન. તાજેતરની ચૂંટણીઓમાં તમારી પાર્ટીની સફળતા તમારા નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. ચાલો નફરતને આશાથી બદલીએ અને દક્ષિણ એશિયાના બે અબજ લોકોના ભાગ્યને આકાર આપવાની તકનો લાભ લઈએ.

Advertisement

તમને જણાવી દઈએ કે, નવાઝ શરીફનો આ સંદેશ ભારત અને પાકિસ્તાન (Pakistan) સંબંધોમાં ડેમેજ કંટ્રોલ તરીકે આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. પાકિસ્તાન (Pakistan) દ્વારા કરવામાં આવી રહેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાડોશી દેશ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Malawi Vice President : માલાવીના વાઇસ પ્રેસિડેન્ટનું વિમાન ગુમ, 9 લોકો હતા સવાર…

આ પણ વાંચો : EUની ચૂંટણીમાં જ્યોર્જિયા મેલોની બની કિંગ મેકર….!

આ પણ વાંચો : Dinner Diplomacy : માલદીવના રાષ્ટ્રપતિ અને મોદી….!

Tags :
Advertisement

.