Pakistan એટલે આતંકીઓનો ગઢ! એક મહિનામાં થયા 77 આતંકવાદી હુમલા, સામે આવ્યો રિપોર્ટ
Pakistan Terrorist Attacks: દુનિયા માટે પાકિસ્તાને પોતાની આબરૂ ગુમાવી દીધેલ છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદને લઈને એક સર્વે રિપોર્ટ બહાર આવ્યો છે. તેમને જણાવી દઈએ કે, એપ્રિલમાં પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ સતત વધી રહ્યા છે. ગયા મહિને દેશની અંદર 77 હુમલા થયા હતા. પાકિસ્તાની મીડિયાના અહેવાલ પ્રમાણે વાત કરવામાં આવે તો, પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ (PICSS) એ એક રિપોર્ટમાં કહ્યું છે કે ખૈબર પખ્તુનખ્વા ખાસ કરીને આ હુમલાઓનો ભોગ બન્યો છે. નોંધનીય છે કે, આઆ વિસ્તાર થયેલા હુમલાઓમાં 35 નાગરિકો અને સુરક્ષા દળોના 31 સભ્યો સહિત 70 લોકો માર્યા ગયા હતાં.
માર્ચમાં 56 આતંકવાદી હુમલા થયા હતા
મળતી વિગતો પ્રમાણે પહેલાના આતંકવાદી હુમલામાં 32 નાગરિકો અને 35 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. જ્યારે ચાર આતંકીઓ માર્યા ગયા હતા. જ્યારે માર્ચમાં 56 આતંકવાદી હુમલા થયા હતા. જેમાં 77 લોકોના મોત થયા હતા અને 67 લોકો ઘાયલ થયા હતા. આ આંકડા દેશમાં આતંકવાદી હુમલાની સંખ્યામાં 38 ટકાનો વધારો દર્શાવે છે. જોકે, મૃત્યુમાં નવ ટકાનો ઘટાડો થયો છે અને ઘાયલોની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. સુરક્ષા અહેવાલમાં છેલ્લા મહિના દરમિયાન અનેક સંભવિત હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે દેશના સુરક્ષા દળોના પ્રયાસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બલૂચિસ્તાનમાં 16 હુમલાઓ નોંધાયા હતા
વિગતે વાત કરવામાં આવે તો બલૂચિસ્તાનમાં 16 હુમલાઓ નોંધાયેલા છે. જ્યારે હુમલામાં થયેલા નુકસાનની વાત કરીએ તો 17 નાગરિકો અને ચાર સુરક્ષાકર્મીઓ સહિત 21 લોકો માર્યા ગયા હતા, જ્યારે 31 લોકો ઘાયલ થયા હતા. આમાંના મોટાભાગના હુમલા પ્રાંતના બલૂચ બેલ્ટમાં થયા છે. ખુઝદારમાં ત્રણ, કેચ, કોહલુ અને ક્વેટામાં બે અને ચમન, ડેરા બુગતી, ડુકી, કલાત, ખારાન, મસ્તુંગ અને નુશ્કીમાં એક-એક હુમલા નોંધાયા હતા.
સિંધમાં એક હુમલો અને ત્રણના મોત નોંધાયા હતા
તમને જણાવી દઈએ કે, પંજાબમાં પણ આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો હતો. માર્ચના એક હુમલાની સરખામણીએ એપ્રિલમાં ચાર હુમલા થયા હતા અને આ સમયગાળા દરમિયાન ત્રણ મૃત્યુ થયા હતા. સિંધમાં એક હુમલો અને ત્રણના મોત નોંધાયા હતા. રિપોર્ટ અનુસાર, આ વર્ષના પહેલા ચાર મહિનામાં દેશની અંદર 323 આતંકી હુમલા થયા, જેમાં 324 લોકોના મોત થયા અને 387 ઘાયલ થયા.