Pahalgam Terrorist Attack : પહેલગામ હુમલામાં સામેલ આતંકીની પહેલી તસવીર આવી સામે
- પહેલગામ હુમલાનાં આતંકીની તસવીર આવી સામે (Pahalgam Terrorist Attack)
- હાથમાં બંદૂક લઈને દેખાયો આતંકવાદી
- આતંકી હુમલામાં 26 મોત અને 17 લોકો ઘાયલ
Pahalgam Terrorist Attack : જમ્મુ અને કાશ્મીરનાં (Jammu and Kashmir) પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા કાયરતાપૂર્વક અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 25 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 17 થી વધુ લોકો ઘવાયા છે. આ હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે. ત્યારે હવે આ હુમલામાં સામેલ આતંકીની પહેલી તસવીર સામે આવી છે.
આ પણ વાંચો - Pahalgam Attack : PM મોદી ભારત પહોંચ્યા, NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે કરી વાત
આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને માથામાં ગોળી મારી
ગઈકાલે જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં આંતકી હુમલાએ (Pahalgam Terrorist Attack) ફરી એકવાર રાજ્યની શાંતિને ભંગ કરી છે અને કેન્દ્ર સરકારનાં દાવાઓ સામે સવાલ ઊઠાવ્યો છે. આ હુમલો પહેલગામમાં રજાઓ માણવા આવેલા નિર્દોષ પ્રવાસીઓ પર કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને માથા પર ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં 25 પ્રવાસીઓનાં મોતના સમાચાર છે. જ્યારે 17 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમની હાલ સારવાર ચાલી રહી છે. જો કે, આ હુમલા બાદ ભારતીય સેના (IndianArmy) અને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવ્યા છે અને હુમલો કરનારા આતંકીઓની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Pahalgam Attack : એક તરફ આતંકી હુમલો, બીજી તરફ ભૂસ્ખલન, પ્રવાસીઓમાં ભયનો માહોલ
PM મોદી સીસીએસની બેઠકની અધ્યક્ષતા કરશે
દરમિયાન, પહેલગામ હુમલામાં સામેલ આતંકીની પહેલી તસવીર સામે આવી છે. આતંકી હાથમાં બંદુક લઈને નજરે પડી રહ્યો છે. જો કે, તસવીરમાં આતંકીનો ચહેરો દેખાતો નથી. તેના પાછળનો ભાગ તસવીરમાં કેદ થયો છે. જણાવી દઈએ કે, પહેલગામનાં આતંકી હુમલા (Pahalgam Attack) બાદ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગઈકાલે જ શ્રીનગર પહોંચ્યા હતા અને સીએમ ઓમર અબ્દુલ્લા, LG મનોજ સિન્હા, સેનાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ લેવલની બેઠક કરી હતી. જ્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ પોતાનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવીને ભારત પરત ફર્યા છે અને દિલ્હી એરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ (NSA Ajit Doval), વિદેશ મંત્રી એસ.જયશંકર (S. Jaishankar) અને વિદેશ સચિવ પાસે તેમને પહેલગામ હુમલા વિશે માહિતી મેળવી હતી. હવે થોડા સમયમાં, પ્રધાનમંત્રી મોદી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકની અધ્યક્ષતા કરશે.
આ પણ વાંચો - Pahalgam Terrorist Attack : હુમલા બાદ 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' માં મદદની આશાએ લોકો! વધુ એક Video Viral.